
Valsad: વલસાડ જીલ્લામાં બે વર્ષના બાળક અને પત્નીને ઝેર આપી પતિએ પોતે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પાડોશી ઘરનો દરવાજો ખોલીને જોતા પતિએ ગળેફાંસો ખાધો હતો. જ્યારે બાળક અને માતા બેડ પર સૂતેલી હાલતમાં પડ્યા હતા. તેમની તપાસ કરતાં તે મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડના ઉમરગામના સોળસુંબા ગામમાં એક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. પાડોશીઓએ લાંબા સમય સુધી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, જોકે પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. શંકા જતાં પાડોશીઓએ દરવાજો તોડીને અંદર જોયું તો પતિ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલા જોવા મળ્યા હતા. જો કે તેમને પણ ઝેર પીડાવ્યું હોવાનું સામે આવ્યું હતુ. તમામના મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.
આપઘાત કરનાર પરિવાર મૂળ યુપીનો
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો શિવમ વિશ્વકર્મા તેની પત્ની આરતી અને બે વર્ષના બાળક સાથે છેલ્લા એક વર્ષથી અહીં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસે અનુમાન લગાવ્યું છે કે શિવમે પત્ની અને બાળકને ઝેર પીડાવ્યા બાદ પોતે ગેળે ફાંસો ખાધો છે. જાણવા મળી રહ્યું છે શિવમ ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી તેણે આપઘાત કર્યો હોઈ શકે છે. અથવા બીજું કારણ પણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ઇજિપ્તના લાલ સમુદ્રમાં સબમરીન ડૂબી, 6 લોકોના મોત, 29ના જીવ બચ્યા | Tourist Submarine
આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish
આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)