
Valsad Crime: ગુજરાતમાં રોજે રોજ અંધશ્રધ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે વલસાડ જીલ્લામાં એક 22 વર્ષિય યુવતીનો અંધશ્રધ્ધામાં જીવ ગયો છે. યુવતીએ માતાજી આવ્યા છે કહી પોતાના શરીર પર રુના દીવડા પ્રગટાવવા પરિવારને કહ્યું હતુ. જેથી યુવતીના કહ્યા મુજબ કરતાં તે ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી છે. જેથી તેના પિતા, બે બહેન, બનેવી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મેલડી માતા આવતાં રૂનાં દીવડાં મૂકાવ્યા
પારડી તાલુકાનું પલસાણા ગામે આદિવાસી સમાજે અંધશ્રધ્ધામાં આવી દીકરી ગુમાવી દીધી છે. મૃતકની માતા પન્નાબેન હળપતિ (ઉં.વ.44)એ પોલીસને જણાવ્યું હતુ કે ગત 30 માર્ચે ચૈત્ર માસના નોરતા હતા. અમારા ઘરે માતાજીની સ્થાપના કરી હતી. અમે રાતના આરતી કરતાં હતાં, ત્યારે મારી દીકરી દિવ્યા(ઉ.વ.22)એ મને મેલડી માતા આવે છે એમ જણાવ્યું હતું. 3 એપ્રિલના રોજ મારી મોટી દીકરી પ્રિયંકા તથા જમાઈ જિજ્ઞેશ પણ અમારા ઘરે આવ્યાં હતાં અને ઘરે રાત રોકાયાં હતાં. 4 એપ્રિલે સાંજના સાતેક વાગે અમારા ઘરે માતાજીની સ્થાપના કરી અમે આરતી કરતાં હતાં, એ દરમિયાન દિવ્યાએ મને મેલડી માતા આવ્યાં એમ કહ્યું હતું.
બાદમાં રાડ પાડી નીચે સૂઈ ગઈ અને બૂમો પાડી કહ્યું, મારા કપાળ, ગળા, પેટ, બંને હાથની હથેળી ઉપર અને બંને પગના પંજાના ભાગે સળગતી જ્યોત પ્રગટાવો, જેથી મારા પતિ અર્જુન તથા મારી દીકરી ઇશિતા તથા મારી મોટી દીકરી પ્રિયંકા અને જમાઇ જિજ્ઞેશે દિવ્યાના કહ્યા મુજબ માતાજી આવેલાં છે, એમ માની રૂની જ્યોત બનાવવા લાગ્યાં તો મેં તેમને આમ કરવા ન કહ્યું હતુ. છતાં દીકરીના શરીર પર દીવા પ્રગટાવી દીધા હતા. જેથી દિવ્યા ગંભીર પ્રકારે દાઝી ગઈ હતી. જેથી સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હાલ પોલસે ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરી છે.
આશંકા એવી પણ સેવાઈ રહી છે કે યુવતીને ડામ આપવામાં આવ્યા છે.
આરોપીઓના નામ
અર્જુન સુખાભાઈ હળપતિ (ઉં.વ. 45)
ઇશિતાઅર્જુનભાઈ સુખાભાઈ હળપતિ (ઉં.વ. 20)
જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 30)
પ્રિયંકા જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 25)
આ પણ વાંચોઃ
Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન
Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!
શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?
Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?