
valsad: ભાજપ સરકાર દ્વારા વિકાસના બણગાં ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યની વરવી વાસ્તવિકતા ફરી એક વાર સામે આવી છે જે સરકાર વિકાસના દાવાઓ પર લપડાક સમાન છે. એક તરફ મોદી એવું કહી રહ્યા છે કે, વિકાસમાં આપડી હરીફાઈ હવે અમેરિકા સાથે છે. ત્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. હાલમાં વલસાડના આદિવાસી વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અંતિમક્રિયા માટે જીવના જોખમે લોકો રસ્તો પાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
વલસાડમાં જીવના જોખમે થતી અંતિમક્રિયા
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી ગામમાં કુમ્ભયાપાડા અને ભૌટણ ફળિયાના અંદાજે 1200 લોકોને પાયાની સુવિધાઓ પણ ન મળતી હોવાનું સામે આવ્યું છે. શરમજનક બાબત તો તે છે કે, અહીં ચોમાસામા કોઈનું મૃત્યુ થાય તો અંતિમયાત્રા પણ કેડ સમા પાણીમાંથી કાઢવી પડે છે અને ખાડીના ધસમસતા પ્રવાહમાં માનવ સાંકળ બનાવી રસ્તો પાર કરે છે.
રજૂઆત છતા કોઈ નિરાકરણ નહીં
આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, આ મુદ્દે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. અને આ મુદ્દે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે, જિલ્લા પંચાયત કે સંબંધિત વિભાગ દ્વારા એક નાનો કોઝવે, બ્રિજ અને પાકી સ્મશાન ભૂમિ બનાવવામાં આવે.
આદિવાસી રત્ન એવોર્ડ મેળવનાર સાંસદ મોતનો મલાજો પણ જાળવી શકતા નથી
વલસાડમાં મૃતકની અંતિમક્રિયામાં પડતી અડચણો અંગેનો વિડીયો એક તરફ સામે આવ્યો છે તો બીજી તરફ જાણવા મળે છે કે, વલસાડના સાંસદ ધવલ પટેલને આદિવાસી રત્ન એવોર્ડ એનાયત કરાયો છે. ત્યારે તેઓ તો મોતનો મલાજો પણ જાળવી શકતા નથી. તેઓ પોતાના વિસ્તારમાં સ્મશાને જવા માટેનો રસ્તો પણ બનાવડાવી નથી શકતા. લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે સાંસદને કેમ નથી દેખાતું કે પછી જોઈને પણ કેમ તેઓ તેને અવગણે છે શું તેમને લોકોની થોડી પણ પરવાહ નથી.
શું આદિવાસી વિસ્તારોમાં ચોમાસામાં મૃત્યુ પામવા પર મનાઈ ?
આ બધું જોઈને લાગી રહ્યું છે કે, ગુજરાતના આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવાનું ક્યારેય નહીં વિચારનાર ભાજપા સરકારે વર્ષોથી કદાચ નક્કી કરી લીધું છે કે, આદિવાસી વિસ્તારોમાં ચોમાસામાં મૃત્યુ પામવા પર મનાઈ ફરમાવવી જોઈએ. જો કે પ્રજાના ચહેરા પર દુઃખના નખોરીયા મારી સત્તાના મદનો આનંદ લૂંટતા નેતાઓને શરમ આવે તેવી આશા રાખવી એ જ શરમજનક ગણાય.
આ પણ વાંચો:
Meerut: નવી ટેરિફ નીતિ ઉદ્યોગો માટે શ્રાપ, નિકાસકારોને કરોડો રુપિયાનું નુકસાન
chaitar vasava case: ‘ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં રહો’ ભાજપની ચૈતર વસાવાને ખુલ્લી ઓફર!
Uttarakhand Cloudburst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે વિનાશ