
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદવાદમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે વિવિધ બાન્ડના 1.37 લાખના દારુ સાથે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નવા વર્ષ પૂર્વે ઉજવણીમાં થતી દારુની પાર્ટીઓને રોકવા અને દારુના ગુના શોધી કાઢવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઝોન-7 લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજાએ મળેલી ખાનગી બાતમી આધારે સેટેલાઇટ આઝાદ સોસાયટી ન્યુ અલકનંદા ફલેટ ખાતેથી કુલદીપ દશરથભાઇ મહિડા( રહે. ન્યુ અલકનંદા કો.ઓ.હા.સો.લી.આઝાદ સોસાયટી બસ સ્ટેશન નજીક)ના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘી બોટલો નંગ-93 જેની કિં.રૂ.1,27,623 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ,1,37,23નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાથે જ આરોપી વિરુધ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપી વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદવાદમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે વિવિધ બાન્ડના 1.37 લાખના દારુ સાથે ધરપકડ કરી છે.
આરોપી પાસેથી આ બ્રાન્ડનો ઝડપાયો દારુ
(1)બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી
(2) જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી
(3) બ્લેક & વ્હાઈટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી
(4) એન્ટીક્યુટી અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી
(5) દેવર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી
(6) બ્લેન્ડર્સ પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમ વ્હિસ્કી
(7) મેક ડોવેલ્સ સેલિબ્રેશન રમ