Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો

Supreme Court opposition: હાલ ભારતનું ન્યાયતંત્ર શંકાના ઘેરામાં આવ્યું છે. જ્યારથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રિક કોર્ટ સામે સવાલ કર્યા છે, ત્યારથી રાજકીય ક્ષેત્રે સહિત દેશમાં ખળભળાટ મચી ગયો છે. ઉપરાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા અંગે ટીકા કરી હતી, જેમાં કોર્ટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમની પાસે મોકલાયેલા ખરડાઓ પર નિશ્ચિત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. ધનખડે આ અંગે કહ્યું હતું કે, “શું હવે સુપ્રીમ કોર્ટ દેશના રાષ્ટ્રપતિને આદેશ આપશે? ન્યાયાધીશો ‘સુપર પાર્લામેન્ટ’ની જેમ કોઈ જવાબદારી વગર કામ કરે છે.” તેમણે ભારતીય લોકશાહીમાં સુપ્રીમ કોર્ટની આવી ભૂમિકા યોગ્ય નથી એવો મત વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ સુપ્રિમ કોર્ટ અને ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના વિરુધ્ધ ટીપ્પણી કરી છે. જેથી કોર્ટના ચૂકાદાની અવમાનના બદલ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શું કહ્યું હતુ?

નિશિકાંત પર આરોપ લાગ્યો છે કે તેમણે ‘અત્યંત અપમાનજનક’ ટીપ્પણી કરી છે. તેમનો હેતુ સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવાનો સિધ્ધ થાય છે. એક વકીલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દુબેએ સુપ્રીમ કોર્ટ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો બનાવવો હોય તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પર પણ નિશાન સાધ્યું અને દેશમાં ગૃહયુદ્ધ માટે તેમને જવાબદાર ઠેરવ્યા. નિશિકાંત દુબે ઝારખંડની ગોડ્ડા સંસદીય બેઠકના લોકસભા સભ્ય છે. નિશિકાંત સુપ્રિમ સામે સવાલો કરી હવે ઘેરાયા છે.

આ જ મુદ્દે વધુ ચર્ચા જુઓ દેશના વરિષ્ઠ ન્યાયશાસ્ત્રી અશોક અરોરાજી સાથે.

 

આ પણ વાંચોઃ

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો

હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
  • August 4, 2025

BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ