Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Visavadar: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.ત્યારે અત્યારે સૌથી વધુ વિસાવદરમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આપ પાર્ટી દ્વારા એક બાદ એક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોલીસ પણ ભાજપ સાથે મળીને કામ કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે જ્યારે મતદાન પૂર્ણ થવા આવ્યું છે ત્યારે આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિસાવદરમાં પોલિગ બુથના સીસીટીવી ઈલેક્શન કમિશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે.

વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને વીડિયો શેર કરતા લખ્યું છે કે, છેલ્લા એક કલાકથી, ચૂંટણી પંચે વિસાવદરના મતદાન મથકો પરથી લાઈવ સીસીટીવી ફૂટેજ બંધ કરી દીધા છે. લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યા પછી, બાઘાનિયા બૂથ પર ભાજપના કાર્યકરને નકલી મતદાન ન કરવા દેવા બદલ પ્રમુખ અને પોલીસને માર મારવામાં આવ્યો હતો.શું ચૂંટણી પંચે ભાજપના ફાયદા માટે આ નવી રમત રમી છે?

આપ નેતા પ્રવિણ રામના આક્ષેપ

બીજી તરફ આપ નેતા પ્રવિણ રામ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છેકે, હાર ભળી ગયેલા ભાજપના નેતાઓ આવી ગયા હલકાઈ પર! નવા વાઘણીયા બૂથ નંબર 111 પર 35 થી 40 લોકોના ટોળાએ આવી હાજર કર્મચારી સાથે મારામારી કરી બોગસ વોટીંગ કરાવવાના પ્રયત્નો કર્યા હાલ મતદાન અટકાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહયું કે, વિસાવદર વિધાનસભામાં બોગસ વોટીંગ કરાવવા માટે બહારના જિલ્લાઓની ગાડીઓ ફરી રહી છે બળદબરી પૂર્વક બુથમાં પ્રવેશ કરવાના પ્રયત્નો થાય છે ચાર વાગ્યા પછી સાંઢની માફક આ લોકો બેફામ બન્યા છે!

સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું

સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદર અને કડીમાં કેટલા ટકા મતદાન થયું તેની વિગતો સામે આવી છે જે મુજબ વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું છે.

આ પણ વાંચો:

Gandhinagar: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી

Gujarat By Elections 2025: કડી- વિસાવદર મતદાન મથકો પર કેમ થયો હંગામો? જાણો સમગ્ર મામલો

Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં ફરી ગોઝારો અકસ્માત, 8 લોકોના કમકમાટી ભર્યા મોત

Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી

Gujarat Weather Update: ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ