
Weather News: શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં મુંબઈ અને કોંકણ પ્રદેશમાં ભારે વરસાદે જોર પકડ્યું છે. શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધી સાન્તાક્રુઝમાં 244.7 મિલીમીટર વરસાદ નોંધાયો, જે આ વર્ષનો સૌથી વધુ એક દિવસનો વરસાદ છે. શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધીમાં 16.7 મિમી અને શનિવારે સવારે કોલાબામાં 83.2 મિમી વરસાદ નોંધાયો. આ ભારે વરસાદને કારણે મુંબઈના મધ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
મુંબઈમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો અને બંગાળની ખાડીમાં બનેલા નીચા દબાણના વિસ્તારને કારણે કોંકણ ઘાટ વિસ્તારમાં મંગળવાર, 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ નીચું દબાણ 18 ઓગસ્ટ સુધીમાં ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેની તીવ્રતા ઘટશે. જોકે, 18 ઓગસ્ટે બંગાળની ખાડીમાં નવું નીચું દબાણ બનવાની શક્યતા છે, જેના કારણે 21 ઓગસ્ટ સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેશે. માછીમારોને 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, અને આપાતકાલીન સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.
પૂના, કોલ્હાપુર અને સતારામાં રેડ એલર્ટ
પૂના, કોલ્હાપુર અને સતારાના ઘાટ વિસ્તારોમાં સોમવાર, 18 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. નાસિક ઘાટ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે મંગળવાર અને બુધવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 18 થી 23 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 25થી વધુ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
ઓરેન્જ એલર્ટ: 18 ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.
રેડ એલર્ટ: 19 ઓગસ્ટે દ્વારકા, પોરબંદર અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. 20 અને 21 ઓગસ્ટે અમરેલી, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર છે.
19 ઓગસ્ટે વધુ 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે 22 અને 24 ઓગસ્ટે 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની ચેતવણી
18 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 19 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે.
આ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા હવામાન વિભાગે અપીલ કરી છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું