
West Bengal: પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માત પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નામશોલ વિસ્તારમાં થયો હતો, જ્યાં એક બોલેરો કાર અને એક હાઇસ્પીડ ટ્રેલર સામસામે અથડાયા હતા. હાલ ટ્રેલર જપ્ત કરી પોલીસે ફરાર ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બોલેરો કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના 9 લોકો પુરુલિયાના બારાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અદાબાના ગામના રહેવાસી હતા. તેઓ ઝારખંડના તિલાઈટન (નિમડી પોલીસ સ્ટેશન વિસ્તાર) માં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમનું વાહન નામશોલ વિસ્તાર નજીક પહોંચતા જ સામેથી એક ટ્રેલરે તેમને ટક્કર મારી દીધી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો કાર સંપૂર્ણપણે કચડી ગઈ હતી અને ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તમામ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા.
જોકે આ લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે. આખા ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. મૃતકોના સગાસંબંધીઓ વ્યથિત છે અને ગામમાં શોકનો માહોલ છે. પોલીસે ટ્રેલર કબજે કર્યું છે અને ડ્રાઇવરની શોધ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને બેદરકારી માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ
Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?
Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?








