
West Bengal: શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. જ્યારે ED ટીમ મુર્શિદાબાદ જિલ્લાના બુરવાનમાં તેમના ઘરે દરોડા પાડવા પહોંચી ત્યારે ધારાસભ્યએ દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, ED ટીમે નજીકના ખેતરમાંથી તેમનો પીછો કર્યો અને તેમને પકડી લીધા.
કપડાં અને શરીર કાદવથી ઢંકાયેલા હતા
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર,કૃષ્ણા સાહા ખેતરમાંથી ભાગતી વખતે પકડાયો હતો અને તે સમયે તેના કપડાં અને શરીર કાદવથી ઢંકાયેલા હતા.દરોડા દરમિયાન, ધારાસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો અને તેનો મોબાઇલ ફોન ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો.જોકે, ED ટીમે તળાવમાંથી તેના બંને મોબાઇલ ફોન કબજે કર્યા.હવે આને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
સાહાની 2023માં CBI દ્વારા ધરપકડ કરવામાં હતી
શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાં મુર્શિદાબાદમાં ટીએમસી ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાના ઘરે EDએ દરોડા પાડ્યા હતા.સાહાની 2023માં CBI દ્વારા ધરપકડ કરવામાં હતી, તેમના પર લાંચ લઈને નકલી નિમણૂકો કરવાનો આરોપ છે.સુપ્રીમ કોર્ટે પહેલાથી જ હજારો નિમણૂકો રદ કરી દીધી છે અને આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
દરોડોનો મુખ્ય હેતુ પુરાવા એકત્રિત કરવાનો હતો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા હતા. શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.આ દરોડોનો મુખ્ય હેતુ કૌભાંડમાં સંડોવાયેલા કથિત મની લોન્ડરિંગના નવા પુરાવા એકત્રિત કરવાનો હતો.
સાહાની પત્ની ટાગરી સાહાની પૂછપરછ
ED ની આ કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને પૂછપરછનો એક ભાગ છે. અગાઉ, CBI અને ED એ સાહા અને તેમના પરિવાર સાથે સંબંધિત ઘણા લોકોની પૂછપરછ કરી હતી.આ કેસમાં સાહાની પત્ની ટાગરી સાહાની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Rampur: 15 દિવસ બોયફ્રેન્ડ અને 15 દિવસ પતિ, પત્નીની આ માંગ પર પતિએ જે કર્યું તે જાણી ચોકી જશો!
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!