
સુરેન્દ્રનગર: પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. 2014માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે.
ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ 2014માં આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અમીત બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ (બંને રહે.વિરમગામ)એ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પ્રિન્સિપાલ મહેશભાઈ પરમારે બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો જે તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ એડીશ્નલ સેશન્સ જજએ બંને વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી 10 વર્ષની સજા કરી હતી. કોર્ટે બંને વિદ્યાર્થીને સજાની સાથે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ પણ વાંચો- મોરક્કોથી સ્પેન જતી બોટ ડૂબી જતાં 40 લોકોના મોત; મૃત્યું પામનારા તમામ પાકિસ્તાની નાગરિક