
Women’s ODI World Cup 2025: પાકિસ્તાનને 2025 વર્લ્ડ કપમાંથી જીત મેળવ્યા વગરજ પરત ફરવું પડ્યું છે. મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે.
૨૦૨૫ના મહિલા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનને જીત વગર પરત ફરવું પડ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શકી ન હતી. પાકિસ્તાને ટુર્નામેન્ટમાં સાત મેચ રમી હતી,પરંતુ એક પણ જીત મેળવી શકી ન હતી. પાકિસ્તાની ખેલાડીઓએ ચાર મેચ હારી હતી, જ્યારે ત્રણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની બધી મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાઈ હતી.
૨૦૨૫ ના મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબજ નબળું રહ્યું. પાકિસ્તાને વર્લ્ડ કપની પોતાની છેલ્લી મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી,આ મેચમાં, પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદના કારણે પાકિસ્તાનની મેચમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે મેચ રદ કરવી પડી. આ સાથે, પાકિસ્તાનનું વર્લ્ડ કપ અભિયાન જીત વિના સમાપ્ત થઈ ગયુ.
મહિલા ODI વર્લ્ડ કપ 2025 માં, પાકિસ્તાનની ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે પાકિસ્તાનને ત્રણ રદ થયેલી મેચોમાંથી દરેક માટે એક પોઈન્ટ મળ્યો હતો. શ્રીલંકા સામેની ફાઇનલ મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાને ટુર્નામેન્ટમાં સાત મેચ રમી હતી, જેમાં ચાર હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્રણ રદ કરવામાં આવી હતી. આ ત્રણ રદ થયેલી મેચોને કારણે પાકિસ્તાનને ત્રણ પોઈન્ટ મળ્યા હતા.
૨૦૨૫ વર્લ્ડ કપ માટે ટોચની ચાર ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયા પછી, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડે પણ ટોચના ચારમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. ટીમ ઇન્ડિયાએ પણ ન્યુઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૫ વર્લ્ડ કપ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સેમિફાઇનલ રમાશે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?










