World Press Freedom Day – મોદી મહારાજના રાજમાં મીડિયા સ્વતંત્રતા મુદ્દે ભારત વિશ્વમાં 151માં ક્રમે

  • 3 મે ના રોજ વિશ્વભરમાં World Press Freedom Day ઉજવવામાં આવે છે.
  • વર્ષ 2021માં ભારત આ યાદીમાં 142માં ક્રમે હતું અને વર્ષ 2023માં 161 ક્રમે પહોંચ્યું હતું.

World Press Freedom Day 2025 । આજે વિશ્વ પ્રેસ ફ્રીડમ દિવસ પૂર્વે વિશ્વભરમાં મીડિયા સ્વતંત્રતા મુદ્દેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અને એમાં “વિશ્વગુરુ” બનવાનું ખોટું ગુમાન ધરાવતાં મોદી મહારાજના રાજમાં, વિશ્વનાં 180 દેશો પૈકી ભારત 151માં ક્રમે આવ્યું છે. મોદી ભક્તોએ ખુશ થવા જેવાં સમાચાર એ છે કે, પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં પણ વધારે નીચેના સ્તરે છે. મોદી મહારાજના ભક્તોએ ફટાકડાં ફોડીને ઉજવણી કરવી હોય તો કરી શકે છે.

એક તરફ દેશ હજી પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યાઘાતોથી બહાર નથી આવ્યું. ચૂંટણી પ્રેમી મોદી મહારાજે હજી દેશ જોગ સંદેશ આપવાની તસ્દી નથી લીધી, બિહાર અને કેરલમાં જઈને ખોખલી 56 ઈંચની છાતી પીટી રહ્યાં છે. પાકિસ્તાન કરતાં વધારે વિપક્ષ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. અને આ અંગેનો રિપોર્ટિંગ કરનાર પત્રકારોના મોં બંધ કરવાનું સરકારે શરુ કરી દીધું છે.

આમેય કોઈપણ પ્રકારની જવાબદારીથી છટકવાની વૃત્તિ અને પ્રવૃત્તિ ધરાવતાં નરેન્દ્ર દામોદરદાસ મોદી, દેશના મહત્વના પદ પર પહોંચ્યા બાદ માત્ર મન કી વાત કરીને લોકોનો સમય બગાડતાં હોય છે. પણ, આજદીન સુધી એક સાચ્ચી પત્રકાર પરિષદ કરી શક્યાં નથી. અને સરકારને સવાલ કરતાં પત્રકારોનો અવાજ દબાવવા માટે મોદી મહારાજે એક આખી ટ્રોલ આર્મી તૈયાર કરી છે. પ્રજાના પૈસે ઘર ચલાવતાં અધિકારીઓ પણ મોદી મહારાજને ખુશ કરવામાં કોઈ કમી રાખતાં નથી. અને આ બધાંના પરિણામે જ ભારતમાં પ્રેસ આઝાદી સાવ કથળી ગઈ છે.

દર વર્ષે ત્રીજી મે ના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. શનિવારે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પૂર્વે મિડીયા સ્વતંત્રતા અંગેનો રિપોર્ટ પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2025ના રિપોર્ટ અનુસાર નોર્વે સૌથી સારો એટલે કે પહેલા ક્રમે છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના અત્યાર સુધીના ઇતિહાસમાં આર્થિક રીતે પણ સૌથી નીચલા સ્તરે છે. વિશ્વભરનું મીડિયા જગત આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

ઉપરાંત રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુગલ, એપલ, ફેસબુક, સહિતના સોશિયલ મીડિયા ધરાવતી ટેક કંપનીઓનો દબદબો વધવાને કારણે મીડિયા જગતને જાહેરાતો મેળવવામાં સવિશેષ તકલીફો પડી રહી છે.

ભારતના મીડિયા જગતની સ્વતંત્રતા બાબતે વાત કરીએ તો, વર્ષ 2021માં ભારત આ યાદીમાં 142માં ક્રમે હતું અને ત્યારબાદ મોદી મહારાજની “કૃપાથી” આ આંકમાં ભારતની હાલત ખરાબ થતી ગઈ અને વર્ષ 2023માં 161માં ક્રમ સુધી પહોંચી ગયું હતું. જોકે, બાદમાં મોદી મહારાજે સકંજો ઢીલો કર્યો હોય એમ ગયા વર્ષે ક્રમ 159મો ક્રમ મળ્યો હતો અને આ વર્ષે સ્થિતિમાં થોડો સુધારો થયો છે એમ ગણી શકાય. અને મોદી ભક્તો આને વિકાસ ગણી શકે, પણ, વિશ્વના 180 દેશોના પ્રમાણમાં ભારતની સ્થિતિ જોઈએ તો આ ખુબ જ દયજનક સ્થિતિ ગણી શકાય.

મોદી મિત્ર ટ્રમ્પના રાજમાં પણ અમેરિકાના મીડિયા જગતની સ્થિતિ પણ બગડી છે. ગયા વર્ષે 55માં ક્રમે રહેલા અમેરિકાને આ વર્ષે 57માં ક્રમે આવ્યું છે.

આ પણ વાંચોઃ

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

 

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!