
- રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે બે યુવતીઓની આત્મહત્યા
રાજ્યમાં આત્મહત્યાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વિવિધ સમસ્યાઓને લઈને નાની ઉંમરથી લઈને તમામ ઉંમરના લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે. આર્થિક તંગીના કારણે પોતાના પરિવારની હત્યા કરીને આત્મહત્યા કરતા બનાવોમાં પણ વધારો થયો છે. તો બીજી તરફ ઓનલાઈન સટ્ટા-ગેમના રવાડે ચઢીને આર્થિક રીતે પાયમાલ થયા પછી મૃત્યુંને વ્હાલું કરવાના સમાચાર પણ વાંચવા મળી રહ્યા છે. આમ રાજ્યમાં પ્રતિદિવસ વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે.
આ દરમિયાન જૂનાગઢ અન સુરતમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. જૂનગઢમાં 20 વર્ષીય યુવતી અને સુરતમાં સાસરિયાના ત્રાસથી એક પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું છે. એક યુવતીને પોતાના ભવિષ્યની ચિંતા અને પોતાના માતા-પિતાને પડી રહેલી મુશ્કેલીને જોઈને જીવવાની હિંમત ગુમાવી દીધી હતી. તો અન્ય એક યુવતીને સાસરિયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ એટલો વધી ગયો હતો કે તેને અંતે મોતને વ્હાલું કરી લીધું હતું.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતી આપઘાત કરી લીધો છે. તેણે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમા તે રડતા રડતા કહી રહી છે કે,’ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું’ જે બાદ ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભવિષ્યના ડરના કારણે યુવતી આ પગલુ ભરતી હોય તેવુ જણાવી રહી છે. જોકે,
સુરતમાં 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાનો આપઘાત સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક શિલ્પાબેનના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સાતમી માર્ચે અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું.