જયપુરમાં ડરામણો માર્ગ અકસ્માતમાં; 16 લોકોના મોત 35 ઇજાગ્રસ્ત

  • India
  • December 22, 2024
  • 0 Comments

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત અને આગની ઘટના ઘટી, જેનાથી સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું. આ દુર્ઘટના અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે બની હતી. દુર્ઘટનાના દ્રશ્યો એટલા ભયાનક હતા કે ત્યાં હાજર લોકો આ વાતને યાદ કરીને હચમચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોનાર કોઈપણ વ્યક્તિ ડરી જાય તેવું દ્રશ્ય છે.

આ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે, જ્યારે 35 જેટલા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થળ પર તાત્કાલિક સહાય માટે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે રાત્રે ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.

વિસ્ફોટનો અવાજ આવતા જ લોકોએ દોડધામ શરૂ કરી દીધી હતી. ઘટનામાં ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલી અથડામણ બાદ ઘણા વિસ્ફોટો થયા, જેના અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. લોકોએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને જીવતા બળી જતા જોયા. આ ઘટનાના કારણે 200 મીટર લાંબો રસ્તો આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ઘટનાના કારણે આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ લગભગ 8 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો. હતો ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટના સવારે 5.45 વાગ્યે જયપુરના ભાંકરોટા વિસ્તારમાં બની હતી. ભારત પેટ્રોલિયમ કંપનીનું એક LPG ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. યૂટર્ન લેવા દરમિયાન તે અજમેર તરફ જતી ટ્રક સાથે અથડાયું, જેના કારણે ટેન્કરની 5 નોઝલ તૂટી ગઈ અને લગભગ 18 ટન ગેસ લીક થયો હતો. ગેસના લીકેજના કારણે ગંભીર આગ ફાટી નીકળી અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા.

જો કે પાછળ આવતું બીજું ટેન્કર અને માચીસના લાકડાઓ ભરેલી ટ્રક સમયસર રોકાઈ ગયા, જેના કારણે આ ઘટના વધુ ભયાનક બનતા અટકી. જણાવી દઇએ કે, આ દુર્ઘટનાના ઘાયલોને તાત્કાલિક સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાક લોકો 80-90 ટકા સુધી દાઝી ગયા છે. અત્યાર સુધીમાં 13 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. 9 મૃતકોની ઓળખ કરવામાં આવી છે.

  • Related Posts

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
    • March 20, 2026

    ■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

    Continue reading
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
    • March 20, 2026

    ■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 7 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 8 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 8 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 11 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!