
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અનેક બનાવોમાં ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું વીજ ટીસીમાંથી પરથી પતંગ લેતા મોત થયું છે.
11 વર્ષીય બાળકનું વીજ કરંટથી મોત
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેમાં લોકો આકાશમાં પતંગબાજી કરી ખુશી અનુભવતા હોય છે. આ પલ ભરની મજા કેટલીકવાર જીવલેણ સાબિત થાય છે. રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા મોત થયું છે. ધાબા પરથી ઇલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાંથી વીજ કરંટ લાગતા કુશબીર સુભાષ શર્મા નામના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત થયું છે. જેથી પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે.
PGVCLની બેદરકારી
કારખાનામાં રહેલા મકાનથી માત્ર અમુક ઈંચ દૂર PGVCLનું ટી.સી. છે, જ્યાથી બાળક પતંગ ઉતારવા જતું હતુ ત્યારે કરંટ લાગ્યો છે. જો કે વીજ કંપનીની આ ગંભીર બેદરકારી છે. કારખાનામાં આવેલા મકાનની નજીક જ વીજ ટીસી લગાવેલું છે. જેથી મકાન પરથી કોઈ પણ અડકી શકે છે.
આ સમાચાર પણ વાંચોઃ નેતાઓની આંગળીએ નાચતાં અધિકારીઓએ ખોટો કેસ ઉભો કર્યો, ધાનાણીના આકરા પ્રહાર
આ વિડિયો જોવો ગમશે: