સ્કોર્પિયો લઈને જમવા નિકળ્યા વિદ્યાર્થી; કંટ્રોલ ગુમાવતા સર્જોયો ગમખ્વાર અકસ્માત- બેના મોત

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments
  • સ્કોર્પિયો લઈને જમવા નિકળ્યા વિદ્યાર્થી; કંટ્રોલ ગુમાવતા સર્જોયો ગમખ્વાર અકસ્માત- બેના મોત

હિંમતનગર: રાજ્યમાં ઓવરસ્પીડના કારણે પ્રતિદિવસ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે મંગળવારે વિજાપુર હાઇવે પર બપોરે સર્જાયેલા એક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી માતા-પિતાને પણ શિખામણ લેવાની જરૂરત છે. કેમ કે શાળામાં ભણતા બાળકોને સ્કોર્પિયો

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર-વિજાપુર હાઇવે પર સતનગર નજીક સ્કોર્પિયો ગાડી અકસ્માતનો ભોગ બની હતી. સ્કૂલના 6 જેટલા વિદ્યાર્થીઓ સ્કોર્પિયો ગાડી લઇને જમવા જઇ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પૂરપાટ ઝડપે જઇ રહેલા વિદ્યાર્થીઓએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર વિજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાઇ ગઈ હતી.

વીજપોલ સાથે અથડાય તે પહેલા સ્કોર્પિયો 4થી 5 ગુલાટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી તો 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મોત ભેટેલા વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા. પોલીસે બંનેની ડેડેબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી.

હાલમાં પોલીસ કાર કોણ ચલાવી રહ્યું હતું અને કારમાં કોણ કોણ સવાર હતું તે અંગેની તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- સંસદમાં પીએમ મોદીનું ભાષણ: અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ સાચો વિકાસ આપ્યો

  • Related Posts

    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી
    • October 14, 2026

    Patan BJP Congress Clash: ગુજરાતના પાટણમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…

    Continue reading
    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
    • October 13, 2026

    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

    • October 14, 2026
    • 2 views
    Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

    • October 14, 2026
    • 3 views
    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

    Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

    • October 14, 2026
    • 4 views
    Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

    Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

    • October 14, 2026
    • 8 views
    Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

    Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

    • October 14, 2026
    • 9 views
    Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

    Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

    • October 14, 2026
    • 10 views
    Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન