ચૂંટણી પહેલા જ નગરપાલિકાઓ ઉપર ભાજપનો કબ્જો; નેતાઓએ બંધારણને ચડાવ્યો માળવે

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પરંતુ ચૂંટણી પહેલા જ નગરપાલિકાઓ પર બીજેપી પોતાનો કબ્જો જમાવી રહી છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓમાં શામ-દામ-દંડની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલે પણ આપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાનો સિલસિલો યથાવત છે.

આમ બીજેપી બંધારણીય પ્રક્રિયામાં રોડા નાંખીને ખોટી રીતે નગરપાલિકાઓની ચૂંટણીમાં જીત મેળવી રહી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમા બીજેપી નેતાઓએ બંધારણને માળવે ચડાવીને ગેરકાયદેસર રીતે જીત મેળવીને ધડાકા-ભડાકા સાથે નિર્લજ્જ રીતે ખુશી પણ માણે છે.

ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો.

જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી નહોવાને લઈને કોંગ્રેસે આરોપ-પ્રત્યારોપ કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કર્યા છે.

જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નગરપાલિકામાં 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ વરણી થઈ છે. બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

ભાજપના કાર્યકરો ઉમટ્યાં હતા. ઢોલ-નગારા સાથે ચૂંટાયેલા સદસ્યોના મોં મીઠા કર્યા હતા. જણાવી દઈએ કે, ગઈ ટર્મમાં આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરાઈ હતી.

લાઠી આમ આદમી પાર્ટીના બે મહિલા ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લીધી. લાઠીના વોર્ડ નં 1 રૂબીનાબેન રાઠોડ અને 3ના બિલ્કિશબેન ખોખર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- સંસદમાં પીએમ મોદીનું ભાષણ: અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ સાચો વિકાસ આપ્યો

હાલોલ નગરપાલિકા પર ચૂંટણી પહેલા જ બીજેપીનો કબ્જો

પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા, 5 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે.

ત્યારબાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે, હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ થયા છે. 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા છે. મતદાન પહેલા જ બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નહી.

દિલીપ ગલે બક્ષીપંચ બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યું હતું, તેણે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધુ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયા પુરી થતા કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તે તમામ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ માન્ય થઈ ગયા બાદ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ભચાઉમાં મતદાન પહેલાં જ ભગવો લહેરાય તે માટેના કાવાદાવા

ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 11 બેઠકો ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ ભાજપના ફાળે આવી ગઈ છે. તંત્રની બલિહારી કહો કે કોંગ્રેસની ભૂલ, હવે કોંગ્રેસના 17 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, કચ્છ ભાજપના આગેવાનો અંદરખાને દાવો કરે છે તે સાચો ઠરે તો કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપના સંપર્કમાં છે.

આ પણ વાંચો- ભારત સરકારના પ્રતિબંધ છતાં ઈશા અંબાણી-મુકેશ અંબાણીએ ચીનની શીન એપ્લિકેશનની દેશમાં કરાવી રિ-એન્ટ્રી

દાવો તો ત્યાં સુધી કરાઈ રહ્યો છે કે, મંગળવારે છેલ્લા દિવસે બચેલા 17 ઉમેદવારોમાંથી એક-બેને બાદ કરતાં મોટાભાગના કોંગ્રેસી ઉમેદવારી પાછી ખેંચી લેશે. ભચાઉની 28 બેઠકો ઉપર ભાજપના તમામ 28 ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. ભચાઉમાં ભાજપનો ભગવો લહેરાય તેવા કાવાદાવાની સફળતાનું સત્તાવાર ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં ત્રણ દાયકાથી શાસન હોવાં છતાં વિકાસનાં કામો નહીં થતાં લોક આક્રોશને પગલે ભાજપ વિકાસનાં નામે મતો માંગી જીતવાને બદલે શામ, દામ અને દંડની નીતિ અપનાવી કોંગ્રેસ અને વિરોધીઓના ઉમેદવારોને બેસાડી દેવાનાં પ્રયાસો આદર્યા છે, ત્યારે વોર્ડ નં.1નાં 4 અને વોર્ડ નં.3નો 1 સહિત કુલ 5 કોંગ્રેસી ઉમેદવારોને સંપર્ક વિહોણા કરી દેતાં કોંગ્રેસી નેતાઓ પ્રચાર કરવાનાં બદલે પાંચેય ઉમેદવારોને શોધવાં રાત દિવસ એક કરી રહ્યા છે અને સાથે ભાજપ પર ગંદી રાજનીતિ રમી રહ્યા હોવાનાં આક્ષેપો કરતા ધરમપુરનું રાજકારણ ગરમાયું છે.

કોડિનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચી ભાજપના પૂર્વ સાંસદે જ વાતાવરણ ડહોળ્યુ હતું. આ ઉપરાતં માણસામાં ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારો પર સતત રાજકીય દબાણ કરી ફોર્મ પરત ખેચે તેવા હથકંડા અપનાવ્યા હતા.

હળવદ નગરપાલિકામાં તો રવિવારની રાત્રિથી કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકી આપવામાં આવી રહી છે. આ કારણોસર નાછૂટકે ઉમેદવારોને પોલીસ રક્ષણ માગવું પડ્યું હતું. પોલીસે પણ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

બિલીમોરા નગરપાલિકામાં ખુદ ચૂંટણી અધિકારીએ ભાજપને મદદરુપ થવા ગેરબંધારણીય વર્ણતૂક કરી છે. મહિસાગર જિલ્લાના જોધપુર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસે વિસ્તૃત રજૂઆત કરી છતાંય ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરી ફોર્મ મજૂર કર્યું હતું જેથી રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવશે.

તો રાણાવાવ નગરપાલિકામાં કોગ્રસના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો- સ્કોર્પિયો લઈને જમવા નિકળ્યા વિદ્યાર્થી; કંટ્રોલ ગુમાવતા સર્જોયો ગમખ્વાર અકસ્માત- બેના મોત

  • Related Posts

    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી
    • October 14, 2026

    Patan BJP Congress Clash: ગુજરાતના પાટણમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…

    Continue reading
    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
    • October 13, 2026

    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

    • October 14, 2026
    • 2 views
    Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

    • October 14, 2026
    • 3 views
    Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

    Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

    • October 14, 2026
    • 4 views
    Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

    Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

    • October 14, 2026
    • 8 views
    Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

    Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

    • October 14, 2026
    • 9 views
    Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

    Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

    • October 14, 2026
    • 10 views
    Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન