
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 93 જેટલા ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી માટે પ્રક્રીયા કરાઈ હતી.આ પ્રક્રિયા દરમિયાન એક અરજદારે મ્યુનિસિપલ કમિશનરને મેરીટ માર્કસમાં ચેડાં કરાયા હોવાની આશંકા વ્યકત કરી લેખિત રજૂઆત કરતા મ્યુનિ.સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. આ વચ્ચે કોંગ્રેસે ભારે વિરોધ કરી મેયરને આવેદન પત્ર આપ્યું છે.
હેડ ક્લાર્ક સસ્પેન્ડ
પ્રાથમિક તપાસમાં એજન્સી દ્વારા આપવામાં આવેલી રી ફાઈનલ આન્સર કીના આધારે આપેલા રીઝલ્ટના માર્કસ અને નિમણૂંક આપવામાં આવેલા અરજદારોના મેરીટ માર્કસમાં ચેડાં થયા હોવાનું જણાઈ આવતા મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાતથા આ અંગેની કામગીરી સંભાળતા પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરાઈ છે. ત્રણ ઉમેદવારોને પ્રોબેશન ઉપર આપવામાં આવેલા હુકમ રદ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ મામલે મ્યુનિ.તંત્રે કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરુ કરી છે.
વિપક્ષે વિરોધ નોંધાવી આપ્યુ આવેદનપત્ર
જો કે આ તપાસ વચ્ચે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. આ કૌભાંડમાં વિપક્ષએ વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષના નેતા સેહઝાદ ખાન પઠાણ અને કોર્પોરેટરોએ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે. AMCમાં ભરતી કરવામાં આવી છે. તેની તપાસ કરવા માગ કરી છે. આજે અમદાવાદમાં આ મામલે ઉગ્ર વિરોધ કરાયો છે.
કોંગ્રેસે નકલી ચલણી નોટો ઉડાડી
AMCમાં રુપિયા આપી ભરતી થતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે નકલી ચલણી નોટો ઉડાડી હતી. નકલી પાંચસોની નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો. પૈસા આપી ભરતી થતી હોય તો અમારી ભરતી કરોના નારા લગાવ્યા હતા. સાથે જ AMC હાય હાયના નારા લગાવ્યા હતા.
AMCનું રાક્ષક સ્વરુપ
આજે AMCનું રાક્ષક સ્વરુપ પ્રદર્શિત કરી કોર્પેરેશનમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર









