Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

  • India
  • May 12, 2025
  • 1 Comments

Chhattisgarh Accident: છત્તીસગઢમાં (Chhattisgarh) મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો, જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા અને એક ટ્રકની અંદર સવાર હતા. રસ્તામાં એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભયંકર ટક્કર થઈ અને આ અકસ્માતમાં 13 લોકોના મૃત્યું થયા છે. આ સિવાય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 13 લોકોના મોત

રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક નાની ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 10થી લધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 બાળકો અને 9 મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકો એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, અન્ય ઘણા લોકો ઘાયલ થયા છ . જેમને તાત્કાલિક રાયપુરની ડૉ. બી.આર. આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે.

અકસ્માત કેવી રીતે થયો?

ANIના અહેવાલ મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે માલવાહક વાહન નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યું હતું. સામેથી આવી રહેલા ટ્રેલર અને માલવાહક વાહન વચ્ચે ભયંકર ટક્કર થઈ. ખારોરામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર બાદ રાયપુરમાં અરેરાટી મચી ગઈ છે.

રાયપુરના કલેક્ટર ગૌરવ કુમાર સિંહનું નિવેદન

રાયપુરના કલેક્ટર ગૌરવ કુમાર સિંહે પણ આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે અમને રાત્રે 12 વાગ્યાની આસપાસ અકસ્માતની માહિતી મળી. વહીવટી ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.13 લોકોના મોત થયા છે. 11 થી 12 લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક લોકોએ કરી મદદ

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત થતાં જ સ્થાનિક લોકો જોરદાર અવાજ સાંભળીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ પહેલા પોલીસને અકસ્માતની જાણ કરી અને પછી ઘાયલોને મદદ કરી. લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અકસ્માત કેવી રીતે થયો અને કોની ભૂલ છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી.

આ પણ વાંચોઃ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 2 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 6 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 9 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 6 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 5 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 12 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”