
Jammu Kashmir: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ (India Pakistan Ceasefire ) થયા પછી, સેનાનું ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હજુ પણ ચાલુ છે. તેવામાં દક્ષિણ કાશ્મીરના શોપિયામાં (Shopian) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ સાથે શોપિયામાં આતંકી અને ભારતીય સેના વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામા આવ્યાછે.
સંઘર્ષ વિરામ વિરામના બે દિવસ પછી જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન, મંગળવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાની પણ માહિતા સામે આવી છે. જે બાદ બીજા બે આતંકીઓને પણ ઠાર મારવામા આવ્યા છે.
અથડામણમાં આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
જાણકારી મુજબ જમ્મુ અને કાશ્મીરના શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. આ પછી, વિસ્તારની ઘેરાબંધી વધારી દેવામાં આવી છે અને વધુ સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલ હોવાના અહેવાલો મળ્યા હતા જેમાંથી સુરક્ષા દળોએ શોપિયામાં ટોચના આતંકવાદી કમાન્ડરોને ઘેર્યો હતો અને તેને ઠાર માર્યો હતો. જે બાદ બે આતંકવાદીઓ છુપાયેવલા હોવાથી તેમને શોધવા માટે પણ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતુ ત્યારે તે બંન્ને આતંકીઓ પર આ ઓપરેશનમાં માર્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
આ પણ વાંચોઃ
Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF