
kheda: તાજેતરમાં ખેડા જીલ્લાના મહુધા તાલુકામાં થયેલી 2.13 લાખની લૂંટના કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા પાંચેય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જો કે આ રિકન્સ્ટ્રકશના નામે પોલીસે દેખાડો વધુ કર્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. ઉભા બજારે આરોપી પાસે માફી મંગાવી હતી. ઉઠક બેઠક કરાવી હતી.
1 એપ્રિલે મહુધાના રોહિતવાસમાં એક વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટની ઘટના બની હતી. 5 લૂંટારુઓએ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ 2.13 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે માત્ર 24 કલાકમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ અંતિમ દિવસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશ કરાયું હતુ. આ દમરિયાન મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા. આરોપી લગડાતાં લગડાતાં ચાલતાં હતા. ત્યાર બાદ ઉઠક બેઠક કરાવી હતી. આરોપીઓએ દેવું અને મોજશોખ માટે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.
આ લૂંટની ઘટના મહુધા શહેરમાં રોહિતવાસમાં રહેતા નિવૃત શિક્ષક 82 વર્ષિય જેઠાભાઈ પુંજાભાઇ મકવાણાના ઘરે થઈ હતી. તેમની પત્ની પણ સાથે રહે છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
કીરીટ મકવાણા (મહુધા),
દેવ ઉર્ફે દેવો બારૈયા (મહુધા),
નિલેશકુમાર પરમાર (વટવા),
પાનવ રાણા (વટવા)
હર્ષ ઉર્ફે સની ગોહિલ
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?
આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો