Jhalawar School Collapse: વાહ રે સંવેદનશીલ સરકાર! સ્કૂલની છત નહીં, વાલીઓ પર લાઠીચાર્જ, મંત્રી માટે VIP સુવિધા

  • India
  • July 26, 2025
  • 0 Comments

Jhalawar School Collapse:રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં 25 જુલાઈ 2025ના રોજ સવારે પ્રાર્થના સભા દરમિયાન રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી થઈ, જેમાં 7 બાળકોના મોત થયા છે. આ ઘટનામાં 21થી 28 બાળકો ઘાયલ થયા છે, જેમાંથી 9 બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવે છે. ઘાયલોની સારવાર ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલ અને મનોહરથાના આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે.

સ્કૂલની છત ના બની, પણ મંત્રી માટે રોડ તાત્કાલિક બની ગયો

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સરકારે ગરીબ પરિવારોના બાળકો માટે યોગ્ય શાળાઓ બનાવવાને બદલે બેદરકારી દાખવી. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે મંત્રીઓએ પોતાના માટે વીઆઈપી સુવિધાઓ તૈયાર કરી, પરંતુ શાળાઓની જર્જરિત હાલત પર ધ્યાન આપ્યું નહીં. ઘટના બાદ મૃતક બાળકોના માતા-પિતા ન્યાયની માગણી કરી રહ્યા છે, પરંતુ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, જેના કારણે લોકોમાં રોષ વધુ વધ્યો છે. સોશિયલ મીડિયા પર #ભજનલાલ_ઇસ્તીફા_દો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યા છે.

શું આ છે ભાજપની સંવેદનશીલતા ?  

આ ઘટનાએ રાજસ્થાનના શિક્ષણ તંત્ર અને સરકારી બેદરકારીના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. જ્યાં વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને સાંસદ સુધી ભાજપના છે, ત્યાં ગરીબ બાળકો માટે એક સુરક્ષિત શાળા ન બનાવી શકાય, તે ચોંકાવનારું છે.  તેનાથી વધારે ચોંકાવનારી વાત તે છે કે, જર્જરિત શાળાને સરખી નથી કરાવી શકાતી પરંતુ હોસ્પિટલમાં નેતાઓ જવાના હોવાથી ત્યાં રસ્તો તાત્કાલિક બની જાય છે.  બીજી તરફ વાલીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે.  ત્યારે સવાલ તે થાય છે કેે, ક્યાં છે સંવેદનશીલ સરકાર ?

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

  • Related Posts

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
    • March 20, 2026

    ■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

    Continue reading
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
    • March 20, 2026

    ■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 3 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 6 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 5 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 10 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 8 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!