Operation Sindoor Movie: ઓપરેશન સિંદુર પર ફિલ્મ બનાવવાની જાહેરાત, લોકોના વિરોધ બાદ ફિલ્મમેકરને માંગવી પડી માફી

Operation Sindoor Movie: પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું છે. ત્યારે આપરેશન સિંદુર હજુ તો પુરુ નથી થયું ત્યારે ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની જાહેર કરી દેવામા આવી છે અને આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું. જો કે તેની ભારે ટીકા થતા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદુર પર કોને ફિલ્મ બનવવાની કરી જાહેરાત ?

એવી ચર્ચા હતી કે એક-બે નહીં પરંતુ ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મો માટે ‘ઓપરેશન સિંદૂર’ નામ નોંધાવવા માટે અરજી કરી છે, પરંતુ આ શીર્ષક ખરેખર કોને મળશે તેનો જવાબ હજુ સુધી જાણી શકાયો નથી. હવે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, દિગ્દર્શકો ઉત્તમ મહેશ્વરી અને નીતિન કુમાર ગુપ્તાએ આ વિષય પર તેમની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્માણ નિક્કી વિક્કી ભગનાની ફિલ્મ્સ અને ધ કન્ટેન્ટ એન્જિનિયરના હાથમાં હશે. નિર્માતાઓએ પોસ્ટર રિલીઝ કરીને ચાહકોને આ વિશે માહિતી આપી.

‘ ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું પહેલું પોસ્ટર વિવાદમાં આવ્યું

વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ઉપરાંત, યુદ્ધની પરિસ્થિતિઓ પર બનેલી ઘણી ફિલ્મો છે જેને લોકોનો અપાર પ્રેમ મળ્યો છે. આ જ કારણ છે કે ફિલ્મ નિર્માતાઓમાં 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા આ યુદ્ધ પર ફિલ્મ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ જે પરિસ્થિતિઓમાં તેની ચર્ચા થઈ રહી છે તેનાથી જનતા ટીકા કરી રહી છે અને ‘ ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર આવતાની સાથે જ લોકોએ નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

લોકોએ ફિલ્મ બનાવવા બદલ કરી ભારે ટીકા

ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ ના શીર્ષક પહેલા પોસ્ટર પર ભારત માતા કી જય લખેલું છે. તેમજ પોસ્ટરમાં આર્મી યુનિફોર્મ પહેરેલી એક મહિલા ખૂબ જ આત્મવિશ્વાસથી કપાળ પર સિંદૂર લગાવતી જોવા મળે છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં નિર્માતાઓ દ્વારા આ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું તે લોકોને ગમ્યું નહીં અને તેમણે તેની સખત નિંદા કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટર પર કોમેન્ટ સેક્શનમાં લખ્યું – ચાલી રહેલા યુદ્ધનો લાભ લેવાનો પ્રયાસ, તે પણ AI દ્વારા બનાવેલા પોસ્ટર દ્વારા. આ ખુબ નિમ્ન કક્ષાનું કામ છે.

લોકોના વિરોઘ બાદ માંગી માફી

લોકોએ આ પોસ્ટરનો વિરોધ કરતા નિક્કી ભગનાનીએ માફી માંગતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફિલ્મની જાહેરાત ન કરાવી જોઈએ, આ પૈસા અને ફેમ કમાવવાનો સમય નથી.’ આમ રાંડ્યા પછી ડહાપણ આવ્યા જેવી સ્થિતિ ઉભી થતા તેમણે માફી માગી હતી. તેમજ લોકોના ભારે વિરોધ બાદ આ પોસ્ટરને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 3 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 6 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 8 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 8 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 14 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!