
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશી હાલ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે.
તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થયા બાદ પકંજ જોશી ચાર્જ લેશે.
કોણ છે પંકજ જોશી ?
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે. IAS અધિકારી પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે અને હવે ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 5 કર્મચારીઓના મોત