પારૂલ યુનિવર્સિટી RTI અધિનિયમ હેઠળ જાહેર સત્તામંડળ: ગુજરાત માહિતી આયોગનો મહત્વનો ચુકાદો

ગુજરાત રાજ્ય માહિતી આયોગે વડોદરા જીલ્લાની પારૂલ યુનિવર્સિટીને માહિતી આપવા હુકમ કર્યો છે. જેમાં ખાનગી યુનિવર્સિટીઓને માહિતી અધિકાર અધિનિયમ (RTI Act) 2005 હેઠળ જાહેર સત્તામંડળ તરીકે ગણવામાં આવી છે. આ ચુકાદો અમદાવાદના નાગરિક દેવદત્ત રામસિંહ રાણા દ્વારા કરવામાં આવેલી અપીલના પરિણામે આવ્યો છે, જેમણે પારૂલ યુનિવર્સિટી પાસેથી RTI હેઠળ માહિતી માંગી હતી, પરંતુ યુનિવર્સિટીએ જાહેર સત્તામંડળ ન હોવાનું કારણ આગળ ધરીને માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

અમદાવાદના મણિનગરમાં રહેતાં દેવદત્ત રામસિંહ રાણાએ પારૂલ યુનિવર્સિટી, વડોદરા પાસેથી RTI અધિનિયમ હેઠળ વિવિધ માહિતી માંગી હતી. પારૂલ યુનિવર્સિટી, જે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ-2009 હેઠળ સ્થપાયેલી ખાનગી યુનિવર્સિટી છે, યુનિવર્સિટે જણાવ્યું હતું કે તે ગુજરાત કે કેન્દ્ર સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ મેળવતી નથી, અને તેથી તે જાહેર સત્તામંડળ નથી. આ જવાબથી અસંતુષ્ટ થઈને રાણાએ ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી.

આ અપીલની સુનાવણી ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની દ્વારા કરવામાં આવી. સુનાવણી દરમિયાન વ્યાપક વિશ્લેષણ અને કાયદાકીય અર્થઘટન બાદ આયોગે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો, જે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ માટે દૂરગામી અસરો ધરાવે છે.

આયોગનો ચુકાદો અને મુખ્ય નિરીક્ષણો

મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ RTI અધિનિયમની કલમ 2(h) હેઠળ જાહેર સત્તામંડળની વ્યાખ્યાનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તેમણે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો.

RTI અધિનિયમ હેઠળ જાહેર સત્તામંડળની વ્યાખ્યાનું અર્થઘટન કરતાં, આયોગે સ્પષ્ટ કર્યું કે પારૂલ યુનિવર્સિટી જાહેર સત્તામંડળની કેટેગરીમાં આવે છે, કારણ કે તે ગુજરાત રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થપાયેલી છે.

આયોગે સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાના પેરેગ્રાફનો ઉલ્લેખ કરીને પુષ્ટિ કરી કે ખાનગી યુનિવર્સિટીઓ, જે રાજ્યના કાયદા હેઠળ સ્થપાયેલી હોય, તે RTI અધિનિયમના હેતુઓ માટે જાહેર સત્તામંડળ ગણાય.

ગુજરાત શિક્ષણ વિભાગનો હુકમ: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના હુકમ ક્રમાંક: HRE/2020/RT-18/ખ-1 મુજબ, ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI અધિનિયમ હેઠળ જાહેર સત્તામંડળ તરીકે ગણાય છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે દેશભરની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો, પછી તે સરકારી હોય કે ખાનગી, RTI અધિનિયમ 2005 હેઠળ આવે છે.

પારૂલ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ થઈ હોવાથી, તે જાહેર સત્તામંડળની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે.

આયોગના આદેશ

પારૂલ યુનિવર્સિટીએ માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવા માટે યોગ્ય પગલાં લેવા.

યુનિવર્સિટીએ જાહેર માહિતી અધિકારી (PIO) અને પ્રથમ અપીલ સત્તાધિકારી (FAA)ની નિમણૂક કરીને તેની વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રકાશિત કરવી.

યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીએ દેવદત્ત રાણાની અરજીના મુદ્દા ક્રમાંક-3 અન્વયે માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી.

રાજ્યની અન્ય ખાનગી યુનિવર્સિટીઓ માટે ભલામણ

આયોગે નોંધ્યું કે સાકળચંદ પટેલ યુનિવર્સિટી (ખાનગી યુનિવર્સિટી)એ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે. જોકે આયોગે ગુજરાત રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓને RTI અધિનિયમનું પાલન કરવા માટે આદેશ આપવાની ભલામણ રાજ્ય વહીવટી તંત્રને કરી છે. ઉપરાંત આયોગે આ હુકમની નકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને મોકલવાનો આદેશ આપ્યો છે, જેથી આ ભલામણોનું અમલીકરણ થઈ શકે.

આયોગનો મહત્વનો ચૂકાદો

આ ચુકાદો ગુજરાતની ખાનગી યુનિવર્સિટીઓ માટે એક મહત્વનું પગલું છે, કારણ કે તે સ્પષ્ટ કરે છે કે આવી સંસ્થાઓ RTI અધિનિયમના દાયરામાં આવે છે. આ નિર્ણય નાગરિકોને ખાનગી યુનિવર્સિટીઓની કામગીરી અને વહીવટ અંગે પારદર્શિતા મેળવવાનો અધિકાર આપે છે. આ ચુકાદો શિક્ષણ ક્ષેત્રે જવાબદારી અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે, જે લાંબા ગાળે શૈક્ષણિક સંસ્થાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા વધારવામાં મદદરૂપ થશે.

દેવદત્ત રાણાની આ અપીલ અને આયોગનો ચુકાદો નાગરિકોને RTI અધિનિયમનો ઉપયોગ કરીને તેમના અધિકારોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ચુકાદો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને પણ જાહેર જવાબદારીના ધોરણોનું પાલન કરવા માટે દબાણ કરશે, જે શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને ન્યાયની દિશામાં એક મહત્વનું પગલું છે.

આ ચુકાદો શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપશે.

 

આ પણ વાંચો:

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!