કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ; 100થી વધારે લોકોના મોતની આશંકા- જૂઓ વીડિયો

  • World
  • December 25, 2024
  • 1 Comments

કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે. આ પ્લેનમાં 110 મુસાફરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના પહેલા પ્લેને અક્તાઉ એરપોર્ટ પર ઘણી વખત ચક્કર લગાવ્યા હતા. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હતું.

કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે પુષ્ટી કરી છે કે વિમાન બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રોઝની જઇ રહ્યું હતું અને અક્તાઉ નજીક ક્રેશ થયું હતું. ટેકઓફ કર્યા બાદ પ્લેન અક્તાઉ એરપોર્ટ પાસે ઘણી વખત ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. શંકાસ્પદ તકનીકી ખામીને કારણે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યું નહીં.

કઝાકિસ્તાનના અક્તાઉમાં પ્લેન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે કઝાક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર હતા. વિમાન અઝરબૈજાનથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. એજન્સીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશ થયું તે પહેલા તેણે એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે.

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

One thought on “કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ; 100થી વધારે લોકોના મોતની આશંકા- જૂઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views

  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!