
Rajkot BRTS: રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને સ્ટેયરિંગ પર મસાલો ચોળવો ભારે પડ્યો છે. BRTS બસના ડ્રાઈવરની કરતૂતનો વીડિયો વાઈરલ થતાં જ તાત્કાલિક ધોરણે તંત્રએ સસ્પેન્ડ કરી દીધો છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર BRTS ડ્રાઈવર બેફામ બન્યો હતો. વીડિયોમાં તે પૂરપાટે બસ હંકારી મસાલો મસળતો જોવા મળે છે. તે પણ બસના સ્ટેયરિંગ પર. આ હરકતનો વીડિયો કોઈએ ઉતારી સોશિયલ મિડિયામાં વાઈરલ કરી દીધો હતો. જેથી વીડિયો ખૂબ વાઈલ થતાં તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે.
બસ ચાલક E25 નંબરની BRTS બસ ચલાવી રહ્યો છે. તે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઇ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો. વીડિયો જોયા બાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવરને કડક પગલાં ભરવામાં આવ્યા છે અને મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દીધો છે.
આ પણ વાંચોઃ Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ