
- વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં જીવન ટૂંકાવ્યું- પત્રમાં લખ્યું; મમ્મી-પપ્પા સોરી
રાજ્યમાં ધોરણ-12 બોર્ડની સાયન્સની પરીક્ષાઓ ચાલી રહી છે. આ વચ્ચે વિદ્યાર્થીઓને ટેન્શન મુક્ત રાખવા માટે અવનવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ બાળકો સાથે સમય વિતાવીને તેમનું ટેન્શન ઓછું કરવાનું કહેવામાં આવે છે. જો કે, તે છતાં પણ વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળે છે અને અંતે તેનો દુ:ખદ પરિણામ આવે છે. હતાશા પછી આત્મહત્યાની એક દુ:ખદ વડોદરામાં બની છે.
વડોદરામાં સાયન્સના ધોરણ-12ના વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરતાં પહેલા વિદ્યાર્થીએ એક પત્ર પોતાના માતા-પિતાને નામે લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થીએ હતાશ થઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે.
મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ લખેલી અંતિમ ચિઠ્ઠી છોડીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ઘરે બેડરૂમમાં ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષનો દેવ શૈલેષભાઇ પાટિલ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાતે દેવ પાટિલે આત્મહત્યા કરી લીધી છે.
આ પણ વાંચો- ટ્રમ્પની જાહેરાત હાહાકાર મચાવશે: કેનેડા-ચીન સહિત 3 દેશો પર 25 ટકા ટેરિફ- ભારતીય શેરમાર્કેટ પર શું થશે અસર?
આ દુ:ખદ ઘટના અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. અમિતભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પરિવારને સાંત્વના આપ્યા પછી મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પરીક્ષાના ટેન્શનના કારણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.
આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની હતાશા દેખાઇ આવે છે. તેણે લખ્યું હતું કે, ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.
પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.
આ પણ વાંચો-સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCએ જાહેર કર્યા નવા નિયમો