
Surat Fire: સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આજે આગ લાગવાની ઘટના ઘટી છે. ગઈકાલે બેઝમેન્ટમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયું હતુ. ત્યારે આજે વહેલી સવારે ફરી અહીં જ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે મંગળવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. વાયરિંગમાં શોર્ટસર્કિટથી ફરી આગ લાગી અનુમાન છે. શિવશક્તિ ટેક્સટાઇલના 1થી 4 માળ સુધી આગ ફેલાઈ ગઈ છે. દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા છે.
આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે ગઈકાલે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, કોઈક વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રિક સ્વીચને શરૂ કરવામાં આવી હતી જેને કારણે આગ લાગી છે.
ગઈકાલે આગ લાગતાં એકનું થયું હતુ મોત
આ જ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ગઈકાલે મંગવારે પણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનું ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. તે આગ એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતુ. ત્યારે આજે બીજા દિવસે પણ અહીં આગ લાગવાની ઘટના ઘટી છે. જેથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ BANASKANTHA: પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રાયસ કરનાર પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત, ગંભીર રીતે દાઝી ગયા હતા
આ પણ વાંચોઃ Shivaratri 2025: જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું
આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન, યાત્રામાં કોમી એકતા…