યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

  • India
  • May 21, 2025
  • 5 Comments

ભાજપા મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથના રાજમાં લોકો રસ્તાઓ પરના ATM માં રહેવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વીજળી ગુલ થવાથી લોકો પરેશાન થઈ ગયા છે. યોગી મોટી મોટી વિકાસની વાતો કરે છે પણ વરવી વાસ્તવિકતા કંઈ અલગ જ છે. ઝાંસીના લોકોના ઘરે વીજળી જાણ કર્યા વગર વીજકાપ કરતાં લોકો ગરમીથી કંટાળી ગયા છે. તેઓ પોતાના બાળકોને લઈ ATM મશીનની રુમનો આશરો લઈ રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

બીજી બાજુ લાઈટો જતી રહેતાં લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હંગામો મચાવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ઝાંસીમાં અઘોષિત વીજકાપને કારણે પરિસ્થિતિ ખરાબ છે. ખાસ કરીને શહેરના ઘણા વિસ્તારોમાં, આ સમસ્યા લગભગ એક મહિનાથી રાત-દિવસ યથાવત રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીજ સ્ટેશ સામેના રસ્તે અને ATM રુમોમાં લોકો સૂઈ ગયા

યુપીના ઝાંસી શહેરમાં વીજળી ગુલ થવાથી લોકો પરેશાન છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો અને પ્રદર્શન કર્યું. મોડી રાત્રે ગુસ્સે ભરાયેલા લોકોએ વિરોધ કર્યો અને પાવર હાઉસ સામે રસ્તો બ્લોક કરી દીધો અને રસ્તા પર સૂઈ ગયા હતા. જ્યારે કેટલીક મહિલાઓ તેમના બાળકો સાથે નજીકના ATM પર પહોંચી અને ત્યાં પોતાના પલંગ ગોઠવ્યા ત્યારે હદ થઈ ગઈ હતી. ઘણા લોકો પોતાના બાળકોને લઈ ATM માં ગરમીથી બચાવી ઘૂસી ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી વીજળીના અભાવે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ભારે ગરમીને કારણે તેઓ ATM માં ​​રાત વિતાવવા મજબૂર છે. આક્ષેપ છે કે આવી સ્થિતિમાં સ્થાનિક તંત્ર પણ પિડિત લોકોનું સાંભળતું નથી કે ધ્યાન પણ આપ્યું નથી.

રાત-દિવસ વીજળીની સમસ્યા

છેલ્લા ઘણા દિવસોથી ઝાંસીમાં અઘોષિત વીજકાપને કારણે પરિસ્થિતિ ખરાબ છે. ખાસ કરીને શહેરના ઘણા વિસ્તારોમાં આ સમસ્યા લગભગ એક મહિનાથી રાત-દિવસ ચાલી રહી છે. વીજ પુરવઠાથી ગુસ્સે ભરાયેલા લોકો મોડી રાત્રે બીકેડી ચાર રસ્તા પર સ્થિત મુન્ના પાવર હાઉસ પહોંચ્યા અને રસ્તો બ્લોક કરી દીધો હતો, ગુસાઈના લોકો રસ્તા પર પથારી ફેલાવીને સૂઈ ગયા હતા. મહિલાઓ પોતાના બાળકો સાથે રસ્તા પર બેસી ગઈ, જ્યારે કેટલીક મહિલાઓને પોતાના બાળકો સાથે ATM રૂમમાં રાત વિતાવી હતી.

આ ઘટનાની માહિતી મળતાં, સીઓ સિટી સ્નેહા તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે લોકોની હાલાકી તેમની તેમ જ છે. ભાજપાના મુખ્યમંત્રી યોગીના રાજમાં લોકો અંધારામાં અને ઉનાળાની કાળમુખી ગરમીમાં રહેવા મજૂબર બન્યા છે. ત્યારે વિકાસની વાતો કરતાં યોગી આ પિડિત લોકોને પૂરતી વીજળી ક્યારે આપશે?

આ પણ વાંચો

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો

ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા

ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death

પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

 

 

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?