VIDEO: દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી શાળાએ છરો લઈને પહોંચ્યો; બે વિદ્યાર્થીઓને પહોંચાડી ઈજા

  • Gujarat
  • February 15, 2025
  • 0 Comments
  • VIDEO: દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી શાળાએ છરો લઈને પહોંચ્યો; બે વિદ્યાર્થીઓને પહોંચાડી ઈજા

રાજ્યમાં નફરત વધી રહી છે. હવે નાના બાળકોના મતમાં પણ બદલાની ભાવના અને વેરવૃત્તિ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે રાજ્યભરમાં વર્તમાન સમયમાં પ્રેમ કરતાં નફરતનું વાતાવરણ વધી રહ્યું છે. તેથી એક દસમા ધોરણમાં ભણતું બાળક પણ તેનાથી બચી શક્યું નથી. તે પોતાના સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ સાથેની નાની એવી બોલચાલમાં બદલો લેવાનું વિચારે છે અને પોતાની સાથે શાળામાં એક છરો લઈને જાય છે.

આ એક ખુબ જ ગંભીર બાબત ગણી શકાય. માતા-પિતા સહિત આખા સમાજ માટે વિચારવું રહ્યું કે આપણે આપણા બાળકોને શું આપીને જવું છે. તમે અન્ય ધર્મ કે જાતિના લોકો વિશે નફરતી વલણ અપનાવશો તો અંતે બાળકોના મતમાં તો નફરત જ ભરાશે. આ નફરત એક દિવસ તે પોતાના સગા-સંબંધીઓ ઉપર પણ કાઢી શકે છે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થી સ્કૂલ બેગમાં છરી લઈને પહોંચ્યો હતો. આટલું જ નહિ તેમણે તમના સહપાઠીને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી શાળમાં છરી લઈને ગયો હતો. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, તે બાળક પોતાના એક સહપાછીને છરી બતાવીને ડરાવી રહ્યો છે. બાદ તેણે બે વિદ્યાર્થીને તેના વડે હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી છે.

આ પણ વાંચો-સુરત નજીક અકસ્માતની બે વિભિન્ન ઘટનાઓમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત

ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, પીડિત વિદ્યાર્થીના હાથમાં ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચતા શાળાના સંચાલકો સુધી આ મામલો પહોંચ્યો હતો. જો કે શાળા સંચાલકે જ બંને વિદ્યાર્થીના પરિવારનું સમાધાન કરાવ્યું હતું અને હુમલો કરના વિદ્યાર્થીને સ્કૂલથી કાંઢી મુકવામાં આવ્યો છે.

15 વર્ષનો વિદ્યાર્થી આ રીતે શાળામાં હથિયાર લઇને પહોંચે તે ઘટના વાલીઓ માટે લાલબતી સમાન છે. ઘટનાની મળતી પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે કોઇ નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતને મગજમાં રાખીને વિદ્યાર્થીએ વેર લેવાની વૃતિ દાખવીને આ પગલું ભર્યું હતું.

આ ઘટનાએ વાલીઓમાં ચર્ચા જગાડી છે. આક્રમક વિદ્યાર્થી શાળામાં અન્ય બાળકોની સુરક્ષા માટે જોખમરૂપ હોવાથી શાળા સંચાલકે તાત્કાલિક બાળકને લિવિંગ સર્ટીફિકેટ આપીને શાળામાથી દૂર કરવાની પ્રોસેસ હાથ ધરી છે. આ ઘટનાએ વાલી જગતમાં ચિંતા સાથે ચર્ચા જગાડી છે. શાળાના સંચાલકે વિદ્યાર્થીના બંને પરિવાર સાથે વાત કરીને મામલાને થાળે પાડવાની કોશિશ કરતા પીડિત અને હુમલાખોર વિદ્યાર્થીના પરિવારનું સમાધાન કરાવ્યું હતુ.

આ પણ વાંચો- સુરત નજીક અકસ્માતની બે વિભિન્ન ઘટનાઓમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 8 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 5 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 129 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 16 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 15 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!