તુષાર ગાંધીએ RSSને ‘કેન્સર’ ગણાવતા સંઘના સભ્યોએ શું જવાબ આપ્યો

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • તુષાર ગાંધીએ RSSને ‘કેન્સર’ ગણાવતા સંઘના સભ્યોએ શું જવાબ આપ્યો
  • જે ગાંધી પાસે અંગ્રેજો ક્યારેય માફી મંગાવી શક્યા નથી, તેમના પૌત્ર પાસે RSS-BJPના સભ્યો માફી મંગાવવા ઈચ્છતા હતા
  • અંગ્રેજો સામે માફીનામા લખનારાના સમર્થકો આઝાદી અપાવનારના પૌત્રને માફી માંગવાનું કહી રહ્યા હતા… તેને આરએસએસ મુર્દાબાદના નારા લગાવી દીધા

કેરળમાં મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી સાથે RSSના માણસોએ ધક્કામુક્કી કરી હતી. તુષાર ગાંધીએ હમણાં જ કહ્યું હતું કે RSS કેન્સર જેવું છે જે દેશના આત્મામાં ફેલાઈ રહ્યું છે. આના પર RSS અને BJPના કાર્યકરોએ ખૂબ હોબાળો મચાવ્યો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઘટના બુધવારે સાંજે તિરુવનંતપુરમ જિલ્લાના નેયટ્ટિંકરામાં બની હતી. આનાથી ત્યાં થોડા સમય માટે તણાવ સર્જાયો હતો.

આ ઘટના નેયટ્ટિંકરામાં ટીબી જંકશન નજીક ગાંધીવાદી નેતા ગોપીનાથન નાયરની પ્રતિમાના અનાવરણ દરમિયાન બની હતી. તુષાર ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું, “રાષ્ટ્રનો આત્મા કેન્સરથી પીડિત છે અને સંઘ પરિવાર તેને ફેલાવી રહ્યું છે.” આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર ભાજપ અને આરએસએસના કાર્યકરોમાં તાત્કાલિક રોષ ફેલાયો હતો, જેમણે માંગ કરી હતી કે તેઓ પોતાના શબ્દો પાછા ખેંચે અને માફી માંગે હતા. પીછેહઠ કરવાનો ઇનકાર કરતા તુષાર ગાંધી પોતાના વલણ પર અડગ રહ્યા હતા.

આ પછી વિરોધીઓએ તેમને ઘેરી લીધા. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને તેમને ધક્કો-મુક્કી કરી હતી. જ્યારે તુષાર ગાંધી જવા માટે કાર તરફ આગળ વધવા લાગ્યા ત્યારે RSS કાર્યકરોએ તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. તુષાર ગાંધીએ નિરાશ થયા વિના સ્થળ છોડતી વખતે “ગાંધી કી જય” ના નારા લગાવ્યા હતી. તેમને પોતાના નારાઓને ઉંચી અવાજે લગાવવાનું ચાલું રાખ્યું હતું. જોકે, “આરએસએસ મુર્દાબાદ” અને “ગાંધીજી ઝિંદાબાદ” જેવા નારા સંઘીઓ દ્વારા કરવામાં આવી રહેલા શોર-શરાબામાં ડૂબી ગયા હતા. કોઈ તણાવમાં વધારો ન થાય તે માટે સ્થાનિક અધિકારીઓએ પરિસ્થિતિને સંભાળવા માટે દરમિયાનગીરી કરી હતી.

આ અથડામણને કારણે કાર્યક્રમ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો પરંતુ અંધાધૂંધી વચ્ચે તુષાર ગાંધી ત્યાંથી નિકળી ગયા હતા. આ વિરોધ પ્રદર્શનથી રાજકીય તોફાન ઉભું કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટીએ તરત જ RSS અને BJP કાર્યકરોના કૃત્યોની નિંદા કરી છે.

કેરલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ કે. સુધાકરણે તીખી પ્રતિક્રિયા આપતા સંઘ પરિવાર પર “નાથૂરામ ગોડસેના ભૂત”નો છાયો હોવાનો આરોપ લગાવ્યો, જેને 1948માં મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. સુધાકરણે આ ઘટના પર મૌન રાખવા બદલ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (સીપીએમ)ની પણ ટીકા કરી હતી. તે ઉપરાંત વધતા તણાવ પર તેના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા.

આ ઘટનાએ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, વૈચારિક મતભેદો અને મહાત્મા ગાંધીના વારસા અંગે ચર્ચા ફરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી તુષાર ગાંધીના આરોપો પર RSS કે BJP બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ ઘટના ભારતમાં વધતા જતા રાજકીય વિભાજનને ઉજાગર કરે છે. આરએસએસ સાથે સંકળાયેલા લોકો ખુલ્લેઆમ ગાંધીજીના ખૂની નાથુરામ ગોડસેનું મહિમા કરી રહ્યા છે.

આ પણ વાંચો- સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરનું વાપસી મિશન રખાયું મુલતવી; જાણો કારણ

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!