
- બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ?
કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે ચીનથી (ભારત માટે) શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દો સમયાંતરે સામે આવતો રહે છે, કારણ કે અમેરિકાને દુશ્મનને વ્યાખ્યાયિત કરવાની આદત છે.”
હવે આ મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ મામલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું, “સેમ પિત્રોડાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ, ડીપ સ્ટેટ અને ચીનના એજન્ટ તરીકે કામ કરે છે.”
ભાજપના પ્રવક્તાએ કહ્યું, “રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં 34 વખત ચીનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતનો ઉલ્લેખ આટલી વાર કર્યો નહીં. ડોકલામ દરમિયાન તે ગુપ્ત રીતે ચીની રાજદૂતને મળી રહ્યો હતો.
ભંડારીએ કહ્યું, “સેમ પિત્રોડાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે તેઓ ચીનને પસંદ કરશે. રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવેલ દરેક પગલું દર્શાવે છે કે તેઓ જ્યોર્જ સોરોસ, ડીપ સ્ટેટ અને ચીનના રિમોટ કંટ્રોલ છે.
આ પણ વાંચો- Surat: નવરાત્રીમાં મિત્ર પાસેથી સગીરાને ઢસડી જઈ દુષ્કર્મ ગુજારનાર બે શખ્સો દોષિત, કોર્ટ સજા સંભળાવશે!
આ પણ વાંચો- USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા