ગુજરાતીઓનું દિલ ચૂકી રહ્યું છે ધબકારા; કેમ અમદાવાદીઓના દિલ થઇ રહ્યાં છે કમજોર?

  • Gujarat
  • December 16, 2024
  • 1 Comments

ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાઓના કેસમાં ભયંકર રીતે વધારો થયો છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં હાર્ટને લગતી ઈમરજન્સીના 14701 કેસ નોંધાયા છે. આમ આ બે મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના પ્રતિ કલાકે 10 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 14 ટકા જેટલો વધારો થયો છે.

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હૃદયને લઈને સમસ્યામાં ઈમરજન્સીના ઓક્ટોબર 2023માં 6763 કેસ, જ્યારે ઓક્ટોબર 2024માં 7722 કેસ નોંધાયા હતા. આમ ગત વર્ષના ઓક્ટોબર કરતાં ઈમરજન્સીમાં 14.18 ટકાનો વધારો થયો છે.

આ જ રીતે નવેમ્બર 2024માં 6979 અને નવેમ્બર 2023માં 6254 કેસ સામે આવ્યા હતા. ગત વર્ષના નવેમ્બર કરતાં આ વખતે ઈમરજન્સીના કેસમાં 12.94 ટકા જેટલો વધારો થયો છે. આ બે મહિનાના આધારે જોવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 241 લોકોને હૃદયની ઈમરજન્સીને કારણે 108 સેવાની મદદ લેવી પડી છે.

આ પણ વાંચો- કેમ શંકરસિંહે કહ્યું- ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ

અમદાવાદીઓના દિલ થઇ રહ્યા છે કમજોર

ગુજરાતમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30 ટકા કેસ તો એકમાત્ર અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદમાં વર્ષ 2023 ઓક્ટોબરમાં 1987 કેસ, જ્યારે વર્ષ 2024 ઓક્ટોબરમાં 2235 કેસ નોંધાયા હતા. ગત વર્ષના ઓક્ટોબર કરતાં અમદાવાદમાં હૃદયની ઈમરજન્સીના કેસ 12.48 ટકા વધ્યા છે.

નવેમ્બર 2023માં 1718 કેસ સામે નવેમ્બર 2024માં હૃદયની ઈમરજન્સીના 1920 કેસ નોંધાયા હતા. બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા છે.

આ વર્ષે ગુજરાતમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધી 77427 વ્યક્તિને દિલને લગતી ઈમરજન્સીની સારવાર લેવી પડી છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષે 72573 કોલ આવ્યા હતા. આમ, હજુ ડિસેમ્બર મહિનો બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતાં હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો- ગુજરાતના 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક નથી

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 6 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 4 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 5 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 6 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો