War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • World
  • March 22, 2026
  • 0 Comments

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર પહેલીવાર સૌથી મોટો લાંબા અંતરની મિસાઈલ હુમલો કર્યો છે જેની ઈઝરાયેલને કલ્પના પણ નહોતી. ઈરાને પહેલીવાર ઇઝરાયેલના દક્ષિણી શહેર ડિમોના અને અરાદના રહેણાંક વિસ્તારોમાં લાંબા અંતરની મિસાઇલ્સ પ્રયોગ કર્યો, જેમાં 100 લોકોના મોત થઈ ગયા છે અને 300 લોકો ઘાયલ થયા છે. આ દાવો ઈરાને કર્યો છે અને આ હુમલા બાદ ઈઝરાયેલ અને અમેરિકા બન્ને ચોંકી ગયા છે,કારણ કે તેઓએ દુનિયા સમક્ષ દાવો કર્યો હતો કે ઈરાન પાસે હવે લડવા માટે હવે કઈ બચ્યું નથી પણ ખરેખર તો હવે જે લાંબા રેંજની મિસાઇલ અને અમેરિકાનું અદ્યતન ફાયટર જેટ તોડી શકે તેવી સંરક્ષણ પ્રણાલીની ઈરાને તાકાત બતાવી તે દર્શાવે છે કે ઈરાન પાસે મોટો શસ્ત્ર ભંડાર છે અને હવે તેનો ઉપયોગ કરી રહ્યું છે.

ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલમાં હાહાકાર મચેલો છે અને ઇઝરાયલ હવે ઈરાન પર ન્યુક્લિયર એટેક કરી શકે છે.અગાઉ પણ વ્હાઇટ હાઉસના AI અને ક્રિપ્ટો ચીફ ડેવિડ સેક્સ એવી ચેતવણી આપી ચૂક્યા છે કે જો યુદ્ધ વખતે ઈઝરાયલને મોટું નુકસાન થશેતો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

ડેવિડે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘અત્યારે તો માત્ર બે અઠવાડિયા થયા છે. જો આ યુદ્ધ આગળ ચાલતું રહેશે, તો ઈઝરાયલ સંપૂર્ણપણે તબાહ થઈ શકે છે. તેના ખૂબ મોટા ભાગો નષ્ટ થઈ શકે છે. તેની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી શકે છે પરિણામે ઈઝરાયલ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરતા જરાપણ વિચાર નહિ કરે.દરમિયાન,ડિમોના શહેર પર ઈરાને કરેલા હુમલા બાદ ઈઝરાયલ ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જે જગ્યાએ ઈરાની મિસાઈલો પડી છે, ત્યાંથી થોડે જ દૂર ઈઝરાયલનો ડિમોના ન્યુક્લિયર સેન્ટર આવેલું છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સના સમાચાર મુજબ, ઈરાને પહેલીવાર ડિમોના પર લાંબા અંતરની બે મિસાઈલો છોડી છે, જેને ઈઝરાયલ રોકવામાં નિષ્ફળ ગયું છે. ઈઝરાયલે ડિમોના રિએક્ટરની આસપાસ મજબૂત એર ડિફેન્સ તૈનાત કરી હોવાછતાં ઈરાની મિસાઈલોને રોકવામાં તે નિષ્ફળ જતા ઈઝરાયેલની ચિંતા વધી ગઈ છે.ઉલ્લેખનીય છે કે ઈરાને અગાઉ પણ ડિમોના પર હુમલાની ધમકી આપી હતી અને ત્યારે પણ ઈરાને કહ્યું હતું કે તે ઈઝરાયલના એર ડિફેન્સને ભેદીને તેના પર હુમલો કરવા માટે સક્ષમ છે અને તે ઇરાને કરી બતાવ્યું છે.

ઈરાનના સચોટ હુમલાથી ઈઝરાયલ ગુસ્સે ભરાયું છે અને તે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે તે અંગે ઘણા નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સમાં સતત કહેવામાં આવી રહ્યું છે.આ યુદ્ધ દરમિયાન ઘણું બધું એવું બન્યું છે કે નેતન્યાહૂ નિર્ણય લેતા પહેલા ટ્રમ્પની સંમતિ લેતા નથી.

અમેરિકી સેનાના રિટાયર્ડ કર્નલ લોરેન્સ વિલ્કરસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકા-ઈઝરાયલ ભલે દાવો કરે પણ ખરેખર તેઓ ઈરાનની મિસાઈલ ક્ષમતાને વાસ્તવમાં કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી.ઈરાનથી ઈઝરાયલમાં વ્યાપક નુક્શાન થયું છે પણ નેતન્યાહૂએ પોતાના મીડિયા પર પ્રતિબંધ લાદ્યો છે, જેના કારણે ઈઝરાયલમાં કેટલું નુકશાન થયું તેનો કોઈ અંદાજો આવતો નથી.ત્યારે હવે શું આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પરિવર્તિત થઈ જશે? અને જો એવું થયું તો તેનો અંજામ શુ હશે? અને સમગ્ર વિશ્વ પર તેની થનારી અસરો અંગે ચિંતા પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 4 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 5 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 5 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?