Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Harsh Sanghvi: રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ હમણાં હમણાં સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં માલધારી સમાજ સમક્ષ ગૌ રક્ષાની મોટી મોટી વાતો કરી પણ તેઓ ભૂલી ગયા કે ખુદ સરકારે કબુલ્યું છે કે ગુજરાતમાં મોટા પાયે ગૌ હત્યા થઈ છે, વિધાનસભા ગૃહમાં આપવામાં આવેલા સરકારના લેખિત જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 43,604 કિલો ગૌમાંસ ઝડપાયું છે.
હવે ભાજપ જ ગૌ હત્યા પ્રતિબંધિત કાયદો લાવી હોવાછતાં ગાયોની કતલ થઈ રહી છે.
બીજી વાત ગાય માતાના ગૌચર પણ ભૂ માફિયા ખાઈ ગયા તેની સામે સરકાર શુ કરે છે? જો કડક કાર્યવાહી થાય તો ગૌચર ખાઈ જવાની કોઈ કોશિશ કરે ખરું?

વર્ષ 2015માં ગૌચર માટેની નીતિ અને ત્યાર બાદ 2019માં પરિપત્ર જેનો અમલ આજ સુધી ન થતાં સ્થિતિ એવી થઈ છે કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે જેમાં 2 કરોડ પશુની સામે માત્રને માત્ર 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણથી અપાઇ હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે.

ગુજરાતના 2303 ગામોમાં ગૌચર જ ન રહયા હોવાની વાત પણ સામે આવી છે. ગૌચરની જમીન પર ભૂમાફિયા ખાઈ ગયા છે.
હવે સવાલ સરકારની નીતિ અને પરિપત્ર બાદની એકશનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનારા સામે પગલા ભરવામાં હાથ કેમ હાથ બંધાયેલા છે? આ બધા સવાલનો જવાબ ક્યાંય મળતો નથી અને હર્ષ સંઘવી જે રીતે વાતો કરી રહયા હતા તે વિરોધાભાસ ઉભી કરતી હતી આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC on Reservation: ધર્મપરિવર્તન બાદ જૂની જાતિના આધારે અનામતનો દાવો નહીં, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો

  • October 17, 2026
  • 2 views
SC on Reservation: ધર્મપરિવર્તન બાદ જૂની જાતિના આધારે અનામતનો દાવો નહીં, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો

Divya Mittal Party: પૂર્વ IAS દિવ્યા મિત્તલની નવી પાર્ટી ‘જન નીતિ ભારત’ની જાહેરાત, 2027ની UP ચૂંટણી લડશે

  • October 17, 2026
  • 3 views
Divya Mittal Party: પૂર્વ IAS દિવ્યા મિત્તલની નવી પાર્ટી ‘જન નીતિ ભારત’ની જાહેરાત, 2027ની UP ચૂંટણી લડશે

Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો

  • October 17, 2026
  • 2 views
Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો

Neha Bora: નેહા બોરાના ઉદયથી ડાબેરી રાજકારણમાં નવી આશા, INDIA ગઠબંધનને આંદોલનનું વ્યાપક મંચ બનાવવાની ચર્ચા

  • October 17, 2026
  • 3 views
Neha Bora: નેહા બોરાના ઉદયથી ડાબેરી રાજકારણમાં નવી આશા, INDIA ગઠબંધનને આંદોલનનું વ્યાપક મંચ બનાવવાની ચર્ચા

Manipur Naga Kuki Clashes: મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ ફરી ઉગ્ર, કામજોંગમાં ઘાત લગાવી હુમલામાં મહિલાનું મોત

  • October 17, 2026
  • 4 views
Manipur Naga Kuki Clashes: મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ ફરી ઉગ્ર, કામજોંગમાં ઘાત લગાવી હુમલામાં મહિલાનું મોત

CEC Appointment Process: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં માત્ર બહુમતી નહીં, યોગ્યતા અને પારદર્શિતા પણ જરૂરી

  • October 17, 2026
  • 4 views
CEC Appointment Process: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં માત્ર બહુમતી નહીં, યોગ્યતા અને પારદર્શિતા પણ જરૂરી