FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Gujarat
  • January 22, 2026
  • 0 Comments

● એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભરી ત્યારે મિનિટોમાંજ ક્રેશ થઈ ગયું હતું જેની તપાસનો FAS દ્વારા અમેરિકન સંસદમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં વિમાન પહેલેથીજ ખોટકાયેલું હોવાનું અને વારંવાર બગડતું હોવાથી રીપેરીંગની જરૂરિયાત વાળું હોવાનું ચોંકાવનારું કારણ રજૂ કરાયું છે.

FAS Report: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ તૂટી પડેલા એર ઈન્ડિયા વિમાન અકસ્માત મામલે અમેરિકાના ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)નો રિપોર્ટ આખરે આવી ગયો છે જેમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે બોઈંગ 787 વિમાન તૂટી પડ્યું તે પહેલાં પણ ઘણી વખત ગંભીર પ્રકારની ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતુ પણ તેની સામે ધ્યાન અપાયું નહિ હોય અને વારંવાર માત્ર ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાથી તે આખરે ક્રેશ થઈ ગયું હતું.
અમેરિકાની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં અમદાવાદમાં તૂટી પડેલાબોઈંગ 787 વિમાન અંગેના આ પ્રકારના ગંભીર કારણો રજૂ કરવામાં આવતા હવે એર ઇન્ડિયાની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.

વિગતો મુજબ ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) દ્વારા ગત.તા. 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ મુજબ, FASએ પોતાની તપાસમાં એ શોધી કાઢ્યું કે આ વિમાન જ્યારથી એર ઈન્ડિયાનો હિસ્સો બન્યુ ત્યારથી વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી, જેની સામે ગંભીરતા દાખવવામાં આવી ન હતી.

FAS જે રીતે દાવો કર્યો છે તે મુજબ દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી તે ઉપરાંત ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી છે.

બીજી તરફ FASના રીપોર્ટ બાદ બોઈંગના પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.” જોકે, હજુસુધી એર ઈન્ડિયાની સમગ્ર મામલે કોઈપણ પ્રતિક્રિયા સામે આવી નથી.

મહત્વનું છે કે અગાઉ AAIB દ્વારા પોતાની પ્રાથમિક તપાસમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો.જે તે વખતના AAIB રિપોર્ટ મુજબ, પ્લેન ઉડાન ભરતાની સાથે જ પ્લેનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કટ-ઓફ સ્થિતિમાં હતા.કોકપીટ વૉઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને પૂછે છે, “તેણે કેમ કટ ઓફ કર્યો?”

બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે નથી કર્યો. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે કયા ક્યા પાઇલટનો અવાજ છે.ઉડાન દરમિયાન કો-પાયલોટ વિમાન ઉડાડી રહ્યો હતો, જ્યારે કેપ્ટન દેખરેખ રાખી રહ્યો હતો.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ તે વખતે જણાવ્યું હતું કે કંપની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં વિમાનના મુસાફરો અને નીચે રહેલા લોકો બંનેનો મૃત્યુઆંક છે.વિમાનમાં ફક્ત એક જ મુસાફર, બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો હતો.

આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને તપાસ ચાલુ છે જે દરમિયાન અમેરિકાની સંસદમાં FAS દ્વારા આ વિમાન દુર્ઘટના અંગેના કારણોની વિગતો સાથેનો રિપોર્ટ રજૂ થયો તેમાં વિમાન ક્ષતિગ્રસ્ત હતું તે સાબિત થયું છે અને વારંવાર ખામીઓ ધરાવતા વિમાનને વપરાશમાં લેવાઈ રહ્યું હોવાનું કહેવામાં આવતા હવે એર ઇન્ડિયાની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય