Ahmedabad: કોંગી નેતા શક્તિસિંહના ભત્રીજાએ પોતાના પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર

  • Gujarat
  • January 22, 2026
  • 0 Comments

●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો

Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી મારી દેતા પત્નીનું મોત થઈ જતા બાદમાં ગભરાયેલા અધિકારીએ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે સનસનાટી મચી ગઇ છે.

વિગતો મુજબ અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ સ્થિત NRI ટાવરમાં રહેતા ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલને ગઈ રાત્રે તેમના ધર્મ પત્ની રાજેશ્વરીબા સાથે કોઈ વાતે ઝગડો થતાં યશરાજ સિંહ ઉશ્કેરાટમાં આવી જતા તેઓએ લાયસન્સ વાળા હથિયારથી રાજેશ્વરીબા ઉપર ફાયરિંગ કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા પરિણામે યશરાજસિંહ ગોહિલે 108ને ફોન કરતા 108ની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જોકે, 108ની ટીમને ઘર મળતું ન હોય તેમને લેવા યશરાજ નીચે ગયા હતા અને ત્યારબાદ 108ની ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા ગભરાયેલા યશરાજસિંહ ગોહિલે 108ની ટીમ તેમના ઘરમાંથી રવાના થયા બાદ પોતાની જાતને પણ ગોળી ધરબી લઈ આત્મહત્યા કરી લીધી હતી,વિગતો મુજબ તેઓએ 108ની ટીમને પોતાના પત્નિને ભૂલથી ગોળી વાગી ગયાનું જણાવ્યું હતું.આ ઘટના સમયે યશરાજ સિંહના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

મૃતક યશરાજસિંહ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેઓને હજુ થોડા સમય પહેલા જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 અધિકારી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યશરાજસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા થાય છે અને તેઓ ક્લાસ-1 અધિકારી હતા તેઓ 33 વર્ષના હતા

જેઓના 30 વર્ષના રાજેશ્વરીબા સાથે હજુ બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા યશરાજ સિંહના આ બીજા લગ્ન હતા અને ગઈકાલે સબંધીનાં ઘરે જમવા પણ ગયા હતા.

દરમિયાન રાત્રે આ નવ દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઈ લેતા તેનો કરુણ અંજામ આવ્યો છે.

ઘટના અંગેની જાણ થતાંજ વસ્ત્રાપુર પોલીસ સહિત ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા
  • May 14, 2026

Surat Textile Child Labor Rescue: ગુજરાતના આર્થિક પાટનગર અને દેશના ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી બાળ મજૂરીનું એક અત્યંત શરમજનક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી સાડી પ્રોસેસિંગ…

Continue reading
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 2 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 6 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 12 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ