Prayagraj: દેશના પ્રયાગરાજમાં “હિન્દૂ વિરુદ્ધ હિન્દૂ” !! શંકરાચાર્ય અને અદિત્યનાથ યોગીના બે જૂથો પડ્યા!! સનાતન ધર્મની ડીંગો હાંકતા રાજકારણીઓના ચહેરા ખુલ્લા પડ્યા!

  • Gujarat
  • January 25, 2026
  • 0 Comments

● બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, સનાતન ધર્મની ફજેતી થઈ રહી છે.

●અવિમુક્તેશ્વરાનંદના જીવને જોખમ હોવાનો શિષ્યોનો દાવો, શિબિરમાં અજાણ્યા ઈસમો ઘૂસી ગયા અને આદિત્યનાથ યોગીના સમર્થનમાં નારા લગાવવા લાગ્યા

● દેશમાં પહેલીવાર હિન્દૂ લોકોમાં અવઢવ કે કોને સનાતની કહેવા જોઈએ આતો જાહેરમાં તમાશો થઈ રહયો છે અને શંકરાચાર્યની ડીગ્રી પૂછવામાં આવે છે તેઓને ઢસડીને દૂર હડસેલી દેવાય છે સાધુઓની ચોટલીઓ પકડીને માર મરાય છે, આ કેવું હિંદુત્વ એક તરફ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને બીજી તરફ યોગી જીંદાબાદના નારા લગાવાય છે.

● શિબિરમાં યુવકોએ ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો હોવાનો શિષ્યોનો દાવો

Prayagraj: દેશના પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે 7 દિવસથી ચાલી રહેલા વિવાદ મામલે યોગી સરકારની સનાતન વાળી પોલ ખુલી ગઈ છે કારણકે મઠના અવિમુક્તેશ્વરાનંદ જેવા શંકરાચાર્ય કક્ષાના સંતની જાહેરમાં ઈજ્જત ઉપર હાથ નાખવામાં આવ્યો છતાં યોગી ચૂપ છે.

અહીં અવિમુક્તેશ્વરાનંદજી ઘરણા કરી રહયા છે ત્યાં પણ યોગીના સમર્થકો ઘૂસી આવે છે અને યોગીના સમર્થનમાં નારા લગાવી રહયા છે, સલામતીના કારણોસર શિબિરની અંદર અને બહાર 12 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે,અવિમુક્તેશ્વરાનંદજીના શિષ્યોનું કહેવું છે કે શંકરાચાર્ય રસ્તા પર ઘરણા પર બેઠા છે અને વહીવટીતંત્ર અને તેમના ગુંડાઓ ત્યાં ફરી રહયા છે સંતોના વેશમાં ગુંડાઓ અહીં આસપાસ ફરતા હોય તેમનાથી શંકરાચાર્યના જીવને જોખમ ઉભું થયું છે.

સનાતન ધર્મની વાતો કરતા ફરતા યોગીના રાજમાં સાધુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે હવે વિપક્ષ પણ સવાલો ઉઠાવી રહ્યું છે આ બધા વચ્ચે અખિલેશ યાદવે કહ્યું કે લખનઉમાં પ્રયાગરાજ અને શંકરાચાર્ય વિવાદ વિશે કહ્યું- અમને ખુશી છે કે શંકરાચાર્ય મક્કમ છે અને દરેક સનાતની તેમની સાથે છે. તેમણે ખોટા સનાતનીઓનો પર્દાફાશ કર્યો છે અમે તેમની સાથે સીધા સંપર્કમાં હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે “બંને પક્ષ સનાતની છે, સાથે બેસીને સમાધાન કરે,સનાતન ની મજાક બનવાથી કોઈ ફાયદો નથી” જાહેર છે કે તેમનો ઈશારો યોગી અદિત્યનાથ તરફ હતો.

બીજી તરફ અવિમુક્તેશ્વરાનંદે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યને સમજદાર નેતા ગણાવી જણાવ્યું કે ડેપ્યુટી સીએમ સમજદાર છે, આવા વ્યક્તિ મુખ્યમંત્રી પદ પર હોવા જોઈએ. તેઓ સમજે છે કે અધિકારીઓએ ભૂલ કરી છે જે કબૂલે છે પણ ખરેખર મુખ્યમંત્રી છે તે ચૂપ છે હકીકતમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ ગુરુવારે કહ્યું હતું- પૂજ્ય શંકરાચાર્યજીના ચરણોમાં પ્રણામ કરું છું. તેમને પ્રાર્થના કરું છું કે સ્નાન કરે.

મેળા પ્રશાસન સાથેના ઘર્ષણને કારણે અવિમુક્તેશ્વરાનંદે મૌની અમાસ પછી વસંત પંચમીનું પણ સંગમ સ્નાન પણ કર્યું ન હતું. અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે- જ્યાં સુધી પ્રશાસન માફી નહીં માંગે, ત્યાં સુધી હું સ્નાન નહીં કરું હાલમાં,મામલો ગુંચવાયેલો રહ્યો છે અને અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય સાબિત કરવા બે નોટિસ મોકલવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18મી જાન્યુઆરીના રોજ માઘ મેળામાં મૌની અમાસ પર અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈને સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા અને પાલખીમાંથી ઉતરીને પગપાળા જવાનું કહેતા પરંપરા નહિ તૂટે તેવા શિષ્યો દ્વારા થયેલા વિરોધ બાદ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં પોલીસે સાધુઓની ચોટલીઓ પકડીને ઢસડયા હતા અને અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસ એક કિલોમીટર દૂર ખેંચી ગયા જેમાં છત્ર તૂટી ગયું આ ઘટના બાદ હેબતાઈ ગયેલા વિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા. પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરી હતી

પહેલી નોટિસમાં તેમના શંકરાચાર્યની પદવી લખવા પર સવાલો પૂછવામાં આવ્યા હતા, જ્યારે બીજી નોટિસમાં મૌની અમાસને લઈને થયેલા હોબાળા પર સવાલો પૂછવામાં આવ્યા. પ્રશાસને ચેતવણી આપી હતી કે શા માટે તમને હંમેશા માટે માઘ મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે.

અવિમુક્તેશ્વરાનંદે બંને નોટિસના જવાબ મોકલી દીધા હતા પણ જ્યાં સુધી તંત્ર માફી ન માંગે ત્યાં સુધી સ્નાન નહિ કરવાની હઠ લઈ ઘરણા ઉપર બેસી ગયા છે પરિણામે વિવાદ ઉગ્ર બન્યો છે અને ભગવા કપડાં પહેરી સનાતન ધર્મની વાતો કરનાર યોગી ચૂપ થઈ જતા સામાંન્ય જનતામાં પણ હિંદુત્વનો પડદો હઠી ગયો છે અને રાજકારણમાં હિન્દૂની વાતો માત્ર વોટબેંક પૂરતી હોવાનું ખુલ્લું પડતા ભારે ફજેતી થઈ રહી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 3 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 6 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 8 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?

  • July 31, 2026
  • 6 views
Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?