Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

■ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું આ ભારતીય નેવીના ગેસ્ટ શિપ ઉપર કાયરતાપૂર્ણ હુમલો

■ અમેરિકન સબમરીન શુ પહેલેથીજ ભારતીય સમુદ્રમાં હતી? ઇરાનના આ યુદ્ધ જહાજનો વિશાખા પટ્ટનમથી પીછો થયો હતો ? જાણો મામલો શુ હતો? વિશ્લેષકો શુ કહે છે?

Narendramodi: ભારતમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2026માં આ ઈરાની જહાજે ભાગ લીધો હતો.
આ નૌકાદળ કવાયત “MILAN 2026” માં ભાગ લેવા ભારતે આમંત્રિત કરેલું ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાએ તોડી પાડ્યું જેનાથી વિશ્વમાં આડકતરી રીતે ભારતની છબી ખરડાઈ છે અને ઈરાન પણ ભારતની અમેરિકા તરફી નીતિને કારણે ચોંકી ગયું છે.

આ ઘટના બાદ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્વિટર પર લખ્યું, “ભારતીય નેવીના ગેસ્ટ શિપ તરીકે આશરે 130 ખલાસીઓને લઈ જતી ફ્રિગેટ દેના શિપને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ચેતવણી આપ્યા વિના નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.”

શ્રીલંકાના દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાની સબમરીને ટોર્પિડો કરીને ઊંડા સમુદ્રમાં ડૂબાડી દીધું જેમાં 80ના મોત થઈ ગયા અહેવાલ છે,અમેરિકાએ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે,જોકે, શ્રીલંકાના અધિકારીઓએ માનવતાના ધોરણે “IRIS Dena” ના 32 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા પરંતુ 148 અન્ય ખલાસીઓ ગુમ થઈ ગયા છે જેઓની બચવાની આશા નહિવત છે.

યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સબમરીન હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમેરિકા વિશ્વમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. હેગસેથે કહ્યું કે ઈરાની જહાજ આંતરરાષ્ટ્રીય પાણીમાં પોતાને સુરક્ષિત માનતું હતું, પરંતુ યુએસ ટોર્પિડોએ તેનો ત્યાંજ નાશ કરી દીધો છે.
હવે આ ઘટના બાદ ભારતની અમેરિકા તરફી નીતિ અંગેના સવાલો ઉભા થયા એક એવી વાત પણ ચર્ચામાં આવી છે કે અમેરિકન સબમરીને ભારતની જળસીમાનો ઉપયોગ કર્યો તો તેને પરમિશન કોણે આપી? વિશાખા પટ્ટનમ ખાતે પણ આ સબમરીનની હાજરી હોવાની ચર્ચા અને ઈરાની જહાજનો પીછો કરવો વગરે ત્યારબાદ જેવું આ ઈરાની યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ્યું કે તરત તેનો નાશ કરવામાં આવ્યો.

હવે જે જહાજ મિત્ર ભારતની મહેમાન ગતિએ આવ્યું હોય અને પરત ફરતી વેળાએ તેની ઉપર હુમલો થાય અને તેમાંય અમેરિકા હોય ત્યારે ભારતની નીતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને મોદી શા માટે આટલી હદ સુધી અમેરિકાના પ્રભાવમાં છે અને તેની પાછળનું શુ કારણ હોય શકે તેવા સવાલોના ઘેરામાં આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

  • August 17, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

  • August 17, 2026
  • 5 views
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 5 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 8 views
Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • August 17, 2026
  • 8 views
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

  • August 17, 2026
  • 9 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું