US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો

  • World
  • July 18, 2026
  • 0 Comments

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ એવી આગાહી કરી હતી કે યુએસની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ બહાર આવી છે. યુદ્ધથી યુએસની ઇકોનોમીને ધક્કો લાગવાને બદલે કોર્પોરેટ જગત અને ખાસ કરીને શસ્ત્રો બનાવતી કંપનીઓ માટે તે સોનાની ખાણ સાબિત થયું છે. જ્યારે સામાન્ય જનતા મોંઘવારી, ભૂખમરો અને બેરોજગારીની આગમાં શેકાઈ રહી છે, ત્યારે અમેરિકાની મોટી બેંકો અને એનર્જી જાયન્ટ્સ તેમના પ્રોફિટના આંકડાઓને આસમાને પહોંચાડવામાં વ્યસ્ત છે. આ યુદ્ધ માત્ર સંસાધનો પર કબજો મેળવવાની રમત નથી, પરંતુ તે એક એવી વ્યવસ્થા છે જ્યાં લોહીના ખેલમાંથી પણ નફો કાઢવામાં આવે છે.

એનર્જી માર્કેટમાં તેજી અને કંપનીઓનો જલસો

યુદ્ધના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ જેવો વ્યૂહાત્મક વિસ્તાર પ્રભાવિત થતા દુનિયાભરમાં તેલ અને ગેસના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે. એક સમયે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $126 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ હતો. આ સ્થિતિનો સૌથી વધુ ફાયદો સાઉદી અરામકો જેવી કંપનીઓને થયો છે, જેના પ્રોફિટમાં 25% જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે. યુકેની શેલ, બ્રિટિશ પેટ્રોલિયમ અને ટોટલ એનર્જીસ જેવી કંપનીઓએ યુદ્ધ અને સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં અબજો ડોલરનો નફો કર્યો છે. ભારત જેવા દેશો માટે આ સંકટ બમણું બની ગયું છે, કારણ કે આપણે હવે આપણી એનર્જી જરૂરિયાતો માટે ખાડીના સસ્તા તેલને બદલે અમેરિકાથી મોંઘી એલપીજી આયાત કરવા મજબૂર બન્યા છીએ, જેની કોસ્ટ અને ટ્રાવેલ ટાઈમ બંને ઘણા વધારે છે.

હથિયાર ઉદ્યોગ

યુદ્ધનો સૌથી મોટો લાભ લેનારો બીજો મોટો ઉદ્યોગ ડિફેન્સ સેક્ટર છે. RTX, લોકહીડ માર્ટિન, બોઈંગ અને નોર્થ ઓફ ગ્રામન જેવી કંપનીઓના ઓર્ડર બુકિંગ 7-8 વર્ષના બેકલોગમાં ચાલી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં સ્ટ્રેટેજી ઘડાઈ રહી છે અને પેન્ટાગોનના કોન્ટ્રાક્ટ્સ દ્વારા ટેક્સ પેયર્સનો પૈસો સીધો આ કંપનીઓના ખિસ્સામાં જઈ રહ્યો છે. યુદ્ધના નામ પર ટ્રમ્પ દ્વારા 1.5 ટ્રિલિયન ડોલરના ડિફેન્સ બજેટની માંગ કરવી એ સાબિત કરે છે કે સત્તા અને હથિયારના વેપારીઓનું ગઠબંધન કેટલું મજબૂત છે. ઈનફેક્ટ, ઘણી AI અને સર્વેલન્સ કંપનીઓને પણ યુદ્ધના નામે સરકારી ભંડોળ મળી રહ્યું છે, જેનાથી શેરબજારમાં તેમના સ્ટોક ભાવ સતત ઉપર જઈ રહ્યા છે.

રાજકીય પરિવારવાદ અને ઇનસાઈડર ટ્રેડિંગ

યુદ્ધમાં નફાનો ખેલ માત્ર કંપનીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં ઉચ્ચ સ્તરીય રાજકીય પરિવારવાદ પણ સામેલ છે. એવા અહેવાલો છે કે ટ્રમ્પના પરિવારના સભ્યોએ એવી કંપનીઓમાં રોકાણ કર્યું છે જે સીધી રીતે ડિફેન્સ અને AI ટેકનોલોજી સાથે જોડાયેલી છે. જ્યારે પ્રમુખ પોતે ફેવરેબલ પોલિસીઓ બનાવે છે અને પરિવારના સભ્યો તે કંપનીઓના શેરથી નફો કમાય છે, ત્યારે તેને ‘ઇનસાઈડર ટ્રેડિંગ’ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ સિવાય બીજું શું કહી શકાય? ટ્રેડિંગના ડેટા દર્શાવે છે કે જ્યારે પણ સીઝફાયરની વાત થાય છે, ત્યારે માર્કેટમાં મોટી હલચલ જોવા મળે છે, જેનો ફાયદો કેટલાક જાણકાર ટ્રેડર્સ અગાઉથી ઉઠાવી લે છે. આ સાબિત કરે છે કે આ યુદ્ધમાં લેવડ-દેવડના સંબંધો કેટલા ઊંડા છે.

બેન્કિંગ સેક્ટર અને વધતો પ્રોફિટ

યુદ્ધની અસ્થિરતા વચ્ચે જેપી મોર્ગન ચેસ, બેંક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સેક્સ જેવી મોટી અમેરિકન બેંકોએ પણ અબજો ડોલરનો નફો કર્યો છે. માર્કેટમાં વધતી અસ્થિરતા એટલે ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો, જે બેન્કો માટે ફી અને રેવન્યુ લાવવાનું સાધન બની ગયું છે. 2026ના પ્રથમ ક્વાર્ટરમાં આ બેન્કોએ અગાઉના વર્ષની સરખામણીમાં રેકોર્ડબ્રેક નફો નોંધાવ્યો છે. એક તરફ આમ જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે, ત્યારે આ નાણાકીય સંસ્થાઓ માટે યુદ્ધ એક બિઝનેસ મોડેલ બની ગયું છે. જ્યારે આખું વિશ્વ ક્રાઈસિસનો સામનો કરી રહ્યું છે, ત્યારે યુએસની જીડીપી ગ્રોથ સતત વધી રહી છે, જે આ અસમાનતાની વધતી ખાઈનું પ્રતિબિંબ છે.

ભારતનું એનર્જી સંકટ અને આત્મનિર્ભરતાનું સપનું

ભારત માટે આ સ્થિતિ ગંભીર છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં ભારતની બહારના દેશો પરની એનર્જી ડિપેન્ડન્સી ભયજનક રીતે વધી છે. આજે આપણે 88% ક્રૂડ ઓઈલ અને 51% નેચરલ ગેસ આયાત કરીએ છીએ. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે શરૂઆતના તબક્કે જે ગતિ હતી, તે ક્યાંક ખોવાઈ ગઈ છે. ‘આત્મનિર્ભર ભારત’નું સૂત્ર માત્ર એક મીમ બનીને રહી ગયું હોય તેમ લાગે છે, કારણ કે આપણી વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વની કેપેસિટી માત્ર 11 દિવસની જ છે. જો આપણે વર્ષો પહેલા રિન્યુએબલ એનર્જી અને સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂક્યો હોત, તો આજે આપણે અમેરિકાની આટલી મોંઘી એલપીજી ખરીદવા મજબૂર ન હોત.

કોણ જીતે છે, કોણ હારે છે?

આ આખું ગણિત સમજાવે છે કે આધુનિક યુદ્ધો હવે જમીન કે સત્તાના વિસ્તરણ માટે નથી લડાતા, પરંતુ તે ગ્લોબલ માર્કેટના મેનિપ્યુલેશન માટે લડાય છે. GDPના જે આંકડા ચમકાવવામાં આવે છે તે અમીરોના ખાતામાં જઈ રહ્યા છે, જ્યારે સામાન્ય નાગરિકો માટે યુદ્ધ એટલે માત્ર મોંઘવારી અને સંઘર્ષ. યુદ્ધના કારણે એનર્જી અને વેપન્સનું ગ્લોબલ માર્કેટ બૂસ્ટ થઈ રહ્યું છે, જેનો સીધો લાભ પશ્ચિમી અર્થતંત્રો અને ત્યાંની મલ્ટીનેશનલ કંપનીઓને મળી રહ્યો છે. અંતમાં, આ યુદ્ધમાં અમીર દેશો અને કંપનીઓ જીતી રહી છે, જ્યારે ભારત જેવા ડેવલપિંગ દેશો માત્ર પ્રેક્ષક બનીને આ મોંઘી સફરના ભાર નીચે દબાઈ રહ્યા છે.

આ પણ વાંચો: 

Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ? – thegujaratreport.com

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા – thegujaratreport.com

AUSSIE-NZ Racism Against Indians: ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને મળી રહી છે જાન-માલની ધમકીઓ! પણ મોદી તમશો કરીને પાછા આવી ગયા? – thegujaratreport.com

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

  • September 1, 2026
  • 3 views
Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

  • September 1, 2026
  • 4 views
SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

  • September 1, 2026
  • 6 views
SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

  • September 1, 2026
  • 6 views
Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

  • September 1, 2026
  • 8 views
SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?

  • September 1, 2026
  • 7 views
PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?