સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને શૉ કરવાની છૂટ અને ફટકાર બંને આપી; જાણો કેમ?

  • India
  • March 3, 2025
  • 0 Comments
  • સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને શૉ કરવાની છૂટ અને ફટકાર બંને આપી; જાણો કેમ?
  • શો પર 280 કર્મચારીઓના કારણે સુપ્રીમ કોર્ટે આપી દીધી છૂટ
  • અશ્લીલ કન્ટેન્ટ પર લગામ કસવા અપીલ

ઈન્ડિયા ગોટ લેટેન્ટ કેસમાં રણબીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રણવીરને ફરીથી શો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. રણવીરે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા શોને ફરી શરૂ કરવાની માગ કરતી અરજી કરી હતી. આ કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈને શૉ શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. જો કે, આ દરમિયાન રણવીર અલ્હાબાદિયાની ઝાટકણી કાઢી હતી. તે ઉપરાંત સમય રૈના અને આશિષ ચંચલાની વિશે પણ કડક ટિપ્પણીઓ કરી હતી.

શો પર 280 કર્મચારીઓના કારણે સુપ્રીમ કોર્ટે આપી દીધી છૂટ

અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પ્રતિબંધના આદેશમાં સુધારો કરવાની માંગ કરતાં જણાવ્યું હતું કે, ‘મારા શો સાથે 280 કર્મચારીઓ જોડાયેલા છે. તેમનો જીવનનિર્વાહ આ શોથી જ ચાલી રહ્યો છે. આ તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન છે, હું ફક્ત આ શો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યુ પણ લઉ છું.’

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, ‘એક વ્યક્તિ છે જે હાલ 75 વર્ષનો છે. તે એક હાસ્ય શો કરે છે. જેને આખો પરિવાર સાથે મળીને જોઈ શકે છે. આ એક પ્રતિભા છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિભા નથી. એવા ઘણા હાસ્ય કલાકારો છે, જે સારા વ્યવહાર મારફત ટીકાઓ, ટીખળ કરતાં હોય છે. સરકારની ટીકા પણ સારા શબ્દોમાં કરી લોકોને મનોરંજન પૂરુ પાડતા હોય છે. તમારી પાસે વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે, એટલે તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ બોલો. આ શો તમામ વયજૂથના લોકો જુએ છે. બાળકો, બહેન-દિકરી, માતા-પિતા તમામ લોકો આ શો જુએ છે. હાસ્ય અને મનોરંજન માટે રચનાત્મક્તા અને પ્રતિભા જરૂરી છે. અભદ્ર ભાષા નહીં.’

અશ્લીલ કન્ટેન્ટ પર લગામ કસવા અપીલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જુદા-જુદા સમાજના નૈતિક માપદંડો જુદા-જુદા હોઈ શકે છે. આપણે પોતે જ અધિકારોની ગેરેંટી આપી છે. પરંતુ તેમાં શરતો લાગુ છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર સુપ્રીમ કોર્ટે મોટું પગલું લેતાં નૈતિકતા અને આઝાદી વચ્ચે સંતુલન જાળવી રાખતો નિયમ ઘડવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે. કેન્દ્ર સરકારને આ પ્રકારના નિયમો પર વિચારણા કરવા કહ્યું છે. તેમજ તેના માટે મીડિયા સહિત હિતધારકોની સલાહ લેવા પણ ભલામણ કરી છે. કોર્ટે કહ્યું કે, હાસ્ય એ એક વસ્તુ છે, જેનો આનંદ આખો પરિવાર લઈ શકે છે. જ્યાં ટેલેન્ટ હોય તો અભદ્ર ભાષાની જરૂર નથી.’

 રણવીર અલ્હાબાદિયાએ સ્વીકારી પોતાની ભૂલ 

પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ મહારાષ્ટ્ર સાયબર પોલીસને આપેલા નિવેદનમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી કે, તેણે વિવાદિત નિવેદન આપીને ભૂલ કરી છે. યુટ્યુબ શો દરમિયાન અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીને કારણે વિવાદ ઊભો થયો હતો. મહારાષ્ટ્ર સાયબર અને મુંબઈ પોલીસ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ કરી રહી છે. અલ્હાબાદિયાએ માતા-પિતા અને સંભોગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેની દેશભરમાં વ્યાપક ટીકા થઈ હતી અને આ મામલે FIR નોંધવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ રણવીર સામે લોકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયા પર રણવીર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સમય રૈના ઉપર સુપ્રીમ કોર્ટે કરી કડક ટિપ્પણી

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અભદ્ર ટિપ્પણીઓ બદલ ચાલી રહેલા કેસ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે યુ-ટ્યૂબર રણવીર અલ્લાહાબાદિયા, આશિષ ચંચલાની તેમજ સમય રૈનાને ખખડાવ્યા હતાં. તેમજ સમય રૈના કેનેડા ભાગી જતાં તે પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતો હોવાનું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિવાદ સાથે જોડાયેલા ચાર લોકોમાંથી એક કેનેડા ભાગી ગયો છે, આ યંગ જનરેશન પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજે છે.

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સૂર્યકાંતે સમય રૈનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘તે કેનેડા ભાગી ગયો છે, અને ત્યાં જઈને આ મામલે વાતો કરી રહ્યો છે. આ યંગ જનરેશન ઓવરસ્માર્ટ છે. કદાચ તેમને કોર્ટના અધિકારોની ખબર નથી. તેઓ કોર્ટની તાકાતને પણ ઓળખતા નથી. જસ્ટિસની આ વાત પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સહમતિ દર્શાવતા કહ્યું કે, ‘હા, તે વિદેશ ભાગી ગયો છે અને ત્યાં જઈ કોર્ટની કાર્યવાહીની મજાક ઉડાવી રહ્યો છે.’

આ પણ વાંચો-વિશ્વ શ્રવણ દિવસ: કેમ બાળકો થઈ રહ્યા છે બહેરાશના શિકાર?

Related Posts

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 19 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ