
- રિક્ષા ચાલકો પર અદાણીના ઝુલમો-સિતમ, કેમ અમદાવાદના અદાણી એરપોર્ટ પર સળગાવી રિક્ષા?
અમદાવાદના અદાણી એરપોર્ટ પર રિક્ષા ચાલકો સાથે એટલી હદ્દે અન્યાય કરવામાં આવી રહ્યો છે કે, એક રિક્ષા ચાલકે પોતાની જાતે જ પોતાની રિક્ષા સળગાવી મૂકી હતી. વિચાર કરો કે જે વ્યક્તિનું ઘર જે સાધન ઉપર ચાલતું હોય અને તેને પોતાનું જ સાધન સળગાવી નાંખ્યું હશે તો એટલો અન્યાય કરવામાં આવતો હશે.
જી હાં, અમદાવાદના અદાણી એરપોર્ટ પર ઓટોરિક્ષા ચાલકો ભારતીય નાગરિક નહોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. શું અદાણીના રાજમાં ગરીબ માણસની કોઈ વેલ્યૂ જ નથી કે શું? કેમ કે ઓટોરિક્ષાને મુસાફરને પીકઅપ કરવા માટે પણ અંદર જવા દેવામાં આવતા નથી.
તો ઓટો રીક્ષાની પિકઅપ ઉઠાવવાના 60થી 90 રૂપિયા કોઈપણ પ્રકારની સુવિધા આપ્યા વગર લે છે. ઓટોરિક્ષા સ્ટેન્ડ આશરે અડધોથી પોણો કિલોમીટર દૂર આપવામાં આવ્યું છે. આમ જે મુસાફરો ઓટો રિક્ષાનો ઉપયોગ કરવા માંગતા હોય તેમને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
અદાણી એરપોર્ટ મધ્યમ વર્ગના મુસાફરો અને ઓટો રીક્ષા ચાલકો પરેશાન થઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટીની કરોડો રૂપિયાને મફતમાં જમીન આપવામાં આવી છે.