Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR

  • India
  • March 19, 2025
  • 0 Comments

Nagpur Violence: મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કેટલાક અગ્રણીઓ સામે કેસ નોંધ્યો છે.  મંગળવારે (18 માર્ચે) હારાષ્ટ્ર અને ગોવાના VHPના પ્રભારી સચિવ ગોવિંદ શેંડે અને અન્ય લોકો સામે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

કુરાન બાળવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેન્ટ્રલ નાગપુરના મહલ વિસ્તારમાં આવેલા ચિટનીસ પાર્કમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં એક અફવા ફેલાઈ હતી કે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે ચાલી રહેલા VHP આંદોલન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથ કુરાનને બાળી નાખવામાં આવ્યું હતુ.

પોલીસે જણાવ્યું હતું કે આંદોલન પછી, વિરોધીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તેમના પર એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગણેશપેઠ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

FIR કોના નામ?

પોલીસે મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે VHP અને બજરંગ દળના લોકો સામે FIR નોંધવામાં આવી છે. જેમાં અમોલ ઠાકરે, ડૉ. મહાજન, તાયણી, રજત પુરી, સુશીલ, વૃષભ આર્ચેલ, શુભમ અને મુકેશ બારાપાત્રેનું  નામ સામેલ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

18 માર્ચની સવારથી કર્ફ્યુ

સોમવારે રાત્રે શહેરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ પોલીસે મંગળવારે સવારે 4.30 વાગ્યે કર્ફ્યુ લાદ્યો હતો. કોટવાલી, ગણેશપેઠ અને લાકડાગંજ સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યાં ફક્ત આવશ્યક અવરજવરની મંજૂરી છે. સુરક્ષા દળો શહેરના 11 અત્યંત સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને શું થયું? નાસાએ વીડિયો જાહેર કર્યો | Sunita Williams Return

આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 5 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 7 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ