
દિલીપ પટેલ
Ahmedabad to host 2036 Olympics: ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા સમક્ષ કરી છે. તેને મંજૂર કરાવવી હોય તો પાયાની સુવિધા અને સ્ટેડિયમ અત્યારથી હોવા જરૂરી છે. જેથી અમદાવાદના મોટેરામાં 650 એકર જમીન પર રમતના મેદાનો બનાવવા, આવાસ માટે ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે. કોટેશ્વર મહાદેવની મંદિરનો પણ ભોગ લેવાશે. કોટેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટમાં ગુજરાતનો વર્ષો જૂનું એક ઉદ્યોગગૃહ દાખલ થઈ ગયું છે. આ મંદિરની મુલાકાતે નીતિ અંબાણી અને પરિમલ નથવાણી ગયા હતા.
33 ટકા ગરીબો ગુજરાતમાં
હવે મંદિરની જમીન પર રમતના મેદાનો બની શકે છે. ઓલમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારંભ માટેનું એક જ સ્ટેડિયમ બનાવવા માટે લગભગ 50 કરોડ ડોલર (રૂ.5 હજાર કરોડ)નું ખર્ચ થઈ શકે છે. આવા અનેક સ્ટેડિયમ અને 20 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવી પડશે. જમીન સાથે 2037 સુધીમાં ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી 5 લાખ કરોડનું ખર્ચ થઈ શકે એવો અંદાજ કેટલાંક આર્કિટેક મૂકી રહ્યાં છે. તેની સામે આજે ગુજરાતમાં 60 ટકા લોકોને ખાવા માટે સરકારે મફત અનાજ આપવું પડે છે. 33 ટકા ગરીબો ગુજરાતમાં છે. શિક્ષણમાં ગુજરાત પછાત રાજ્ય છે. ત્યારે ખેલકુદ માટે આટલું જંગી ખર્ચ કરવું તે ગુજરાતને પરવડે તેમ છે.
ખર્ચ કોણ ઉઠાવશે તેની કોઈ સ્પષ્ટતા નહીં?
તમામ ખર્ચ રૂ. 5 લાખ કરોડનું કેન્દ્ર સરકારે આપવું જોઈએ. જમીન સાથેનું ખર્ચ કેન્દ્ર સરકાર આપે તો જ ગુજરાતને ઓલમ્પિક પરવડે તેમ છે. જે અંગે મોદી કે ભૂપેન્દ્ર પટેલ સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સ્પષ્ટતા એટલા માટે કરવી જરૂરી છે કે ઓલમ્પિક પૂરી થાય ત્યાં સુધીમાં ગુજરાતના પ્રત્યેક કુટુંબ દીઠ રૂ. 5થી 6 લાખ વસૂલીને ખેલકુદ કરાવવાની છે. આમ ઓલમ્પિકની યજમીની ગુજરાતના એક નેતાની વૈશ્વિક પ્રસિદ્ધી માટે આર્થિક રીતે મોંઘી અને ધાર્મિક રીતે પતન સમાન બની રહેશે.
280 એકર જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતોનાં સ્ટેડિયમ તથા પ્રેક્ટિસ માટે સ્પોર્ટ્સ સુવિધાઓ હશે. 240 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે. જેમાં ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફના રહેવાની સુવિધાઓ હશે. ઉપરાંત સાબરમતી નદી કાંઠે 50 એકરમાં ફેલાયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પલેક્સ ઊભું કરાશે.
વિશ્વ રમત માટે યોગ્ય બનવા અને આયોજન કરવા માટે બિડિંગ કરવા માટે પાયાના સ્ટેડિયમ અને ખેલાડીઓને રહેવા માટેની સવલતો હોવી જરૂરી છે. જેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. જેમાં હિંદુ સંત અને તપસ્વીઓના આશ્રમોનો ભોગ પહેલાં લેવાયો છે. ત્રણ આશ્રમ, સંત આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આશ્રમો છે.
3 આશ્રમો માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરશે. કમિટી નક્કી કરશે કે જમીન માટે વળતર આપવું કે અન્ય જગ્યા આપવી. સદાશિવ પ્રજ્ઞા મંડળ કેટલાક બાંધકામોને ત્યાં રહેવા દેવાની માંગણી છે. માસ્ટર પ્લાનમાં આ ફેરફાર કરી શકાય છે. સ્ટેડિયમ નજીક શિવનગર અને વણજારા વાસ જેવા કેટલાક રહેણાંક વિસ્તારો પણ માસ્ટર પ્લાનમાં લેવાયા છે. જેને ખાલી કરાવાશે.
બીજા ભાગમાં જાણો ગુજરાતને વિશ્વકક્ષાએ ચમકાવા કયા વિસ્તારોને સેટેલાઈટ ટાઉન બનાવાશે?
આ પણ વાંચોઃ
સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!
Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?