MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જો કે મોરબી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ મોટો નિર્ણય લીધો છે.

30  ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે 135 લોકોના મોત થયા હતા, 180 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પુલનું નવીનીકરણ જયસુખ પટેલની કંપની ઓરેવા દ્વારા કરાયું હતુ. જે તૂટી પડતાં લોકોના મોત થયા હતા.  જયસુખ આ ઘટનામાં મુખ્ય આરોપી છે. તે આ કેસમાંથી છૂટકારો મેળવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
હાલ જયસુખ જેલ બહાર ફરે છે

જયસુખ પટેલ  હાલમાં જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટે તેમને 15 મહિનાની જેલ બાદ માર્ચ  2024માં જામીન આપ્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર તેને સેશન્સ કોર્ટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રવેશવાની છૂટ પણ આપવામાં આવી છે. જોકે, કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને તેણે તાજેતરમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે, દાવો કરીને કે તેમની સામે નોંધાયેલી કલમો હેઠળ ગુનો બનતો નથી.

જયસુખ પટેલના વિવાદો
  • ઓરેવા ગ્રૂપ, જે મુખ્યત્વે ઘડિયાળો બનાવે છે, તેને પુલના રિપેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેની ટીકા થઈ.

  • મોરબી નગરપાલિકાએ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે પુલનો ઉપયોગ જોખમી હાલતમાં થતો હતો અને ખોલવા માટે મંજૂરી લેવામાં આવી નહોતી.
  • જયસુખ પટેલની મોદકતુલા (જાહેર સન્માન) ના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી વિવાદ થયો.
  • આ દુર્ઘટનાએ મોરબી અને ગુજરાતમાં શોકનું મોજું ફેલાવ્યું, અને તેના કારણો તથા જવાબદારી અંગે હજુ પણ કાનૂની અને સામાજિક ચર્ચા ચાલુ છે.

આ પણ વાંચોઃ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views

  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!