
Pahalgam Terror Attack: જમ્મુ –કાશ્મીરના પહેલગાંમની બૈસરન ઘાટીમાં ગઈકાલે( 22 એપ્રિલ, 2025) બપોરે થયેલા હુમલામાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે. પોલીસ વેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પહેલગાંમ આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યા છે. જેમાં 3 ગુજરાતની મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા લોકોની સારવાર ચાલી રહી છે.
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પૈકી મોટાભાગના મહારાષ્ટ્ર, કર્ણાટક, તામીલનાડુ, ઓડિશા અને ગુજરાત અને વિદેશી પ્રવાસીઓ છે. આ ઉપરાંત, કેટલાંક સ્થાનિક લોકોનું પણ મૃત્યુ થયું છે. કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી પણ જાણવા મળી રહી છે.
બનાવને પગલે ગૃહમંત્રી અમિત શાહે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. તેમજ સાઉદી અરબના પ્રવાસે ગયેલા પીએમ મોદીને બનાવ અંગેની જાણકારી આપી હતી. અને મોડી સાંજે અમિત શાહ પહેલગામ પહોંચ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે રમાં આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શખ્સોને છોડવામાં નહીં આવે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરના પિતા-પુત્રનું મોત, પત્નીનો બચાવ
હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા. યતીશભાઈના પત્ની કાજલબેન સલામત મળી આવ્યા છે.
જ્યાં હુમલો થયો ત્યા કોઈ જાતની સુરક્ષા વ્યવસ્થા ન હતી
પહેલગામની જે ખીણમાં હુલમો થયો છે, ત્યા એક પણ જવાન તૈનાત ન હોવાના અહેવાલ છે. ત્યારે આવા ખતરારુપ વિસ્તારમાં જવાનો કેમ તૈનાત ન કરાયા. સરકારે જવાનો તૈનાત કરવામાં અહીં કેમ આંખ મીચી? શું સરકારને ખબર હતી કે નોટબંધી કરી એટલે આતંકવાદ ખતમ થઈ ગયો? અહીં અતિ ખતરારુપ વિસ્તાર હોવા છતાં કોઈ સુરક્ષા દળો તૈનાત ન રાખવા એ સરકારની ભૂલ છે. સુરક્ષા દળો જ્યારે છ કિલોમિટર દૂરથી આવ્યા તે પહેલા આતંકી ફરાર થઈ ગયા.
કયા આતંકી જૂથે હુમલા કર્યાનું સ્વીકાર્યું?
હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ સ્વીકારી છે. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે.
આ પણ વાંચોઃ
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
Pahalgam Terror Attack Update । આતંકવાદી હુમલામાં ગુજરાતી મુસાફરો સહિત 27ના મોત
NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી
‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission
Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?