
Pahalgam attack terrorists Poster Pasted in Kashmir: ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ તો પૂર્ણ થયો પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના (Pahalgam terrorists attack) ગુનેગાર હજુ પણ ફરાર છે. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. આ દરમિયાન, સેનાએ જાહેર સ્થળોએ હુમલાના ગુનેગારોના પોસ્ટર લગાવ્યા છે. અગાઉ, ગયા મહિને, એજન્સીઓએ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમની સામે 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
કાશ્મીરના ખૂણે ખૂણે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓના લાગ્યા પોસ્ટર
તમને જણાવી દઈએ કે હુમલા બાદથી સેના અને એજન્સીઓ સતત આતંકવાદીઓને શોધી રહી છે. પહેલા તેમનું સ્કેચ અને પછી પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં લોકોને આતંકવાદીઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તેમને ઝડપથી પકડી શકાય. આ સાથે, માહિતી માટે પોસ્ટર પર બે નંબર પણ છાપવામાં આવ્યા છે. હાલમાં, NIA આ હુમલાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. એજન્સીઓએ જણાવ્યું હતું કે ત્રણેય આતંકવાદીઓના કોડ નામ પણ હતા – મુસા, યુનુસ અને આસિફ.
#WATCH | Jammu & Kashmir | Posters appear in different parts of Pulwama District, announcing Rs 20 lakh reward on information of terrorists involved in Pahalgam terror attack pic.twitter.com/QN6cqfHq7r
— ANI (@ANI) May 13, 2025
ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ત્યારે પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ અંતર્ગત, વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે, હજુ પહેલગામ હુમલાનો બદલો હજુ પુરો થયો નથી . જેમને ભારતીયોની હત્યા કરી તે આતંકવાદીઓ હજુ જીવીત છે જેમને શોધવા માટે ભારતીય સેના પ્રયાસ કરી રહી છે.
પહેલગામ હુમલાનો બદલો હજુ નથી થયો પુરો
આ પછી, પાકિસ્તાને ભારત સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. પાકિસ્તાને જમ્મુથી ગુજરાત સુધીના સરહદી શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ પછી, ભારતે ડ્રોનથી પાકિસ્તાનના મુખ્ય શહેરો પર હુમલો કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાનના એરબેઝને પણ નષ્ટ કરી દીધો. આ પછી પાકિસ્તાને અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી, ત્યારબાદ ભારતે યુદ્ધવિરામ માટે સંમતિ આપી.
આ પણ વાંચોઃ
Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








