Surat: પતિએ સૂતેલી પત્નીનું ગળું કાપ્યું, દિકરીઓની નજર સમક્ષ જ માતાનું મોત

  • Gujarat
  • December 29, 2024
  • 0 Comments

ગુજરાતમાં વારંવાર દુષ્કર્મ, હત્યા જેવી ઘટનાઓમાં બની રહી છે. ત્યારે સુરતમાંથી આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિએ સૂતેલી પત્નીનું ચાકુથી ગળું કાપી નાખી હત્યાને અંજામ આપ્યો છે. રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી. દીકરી એ માતાનું ગળું કપાયેલું જોઈને ધ્રુજી ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. પત્નીને હોસ્પિટલમાં ખસેડતાં મૃત જાહેર કરવામાં આવી હતી.

મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક 3 વર્ષની અને એક 8 વર્ષની એમ બે દીકરી છે. નમ્રતાબેન સાડી અને ચણીયા ચોલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

ગત રાત્રે રાત્રે જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. તે દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેથી આવેશમાં આવેલા જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી નાખી હતી.

પત્નિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી પતિની ધરપકડ કરી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US Birthright Citizenship: અમેરિકન નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ટ્રમ્પના કારોબારી આદેશને ફગાવ્યો!

    • July 1, 2026
    • 3 views
    US Birthright Citizenship: અમેરિકન નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ટ્રમ્પના કારોબારી આદેશને ફગાવ્યો!

    Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ

    • July 1, 2026
    • 3 views
    Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ

    Gujarat Semiconductor Industry Water Crisis: અમદાવાદ-સુરત શહેર જેટલું પાણી વાપરતી 7 ફેક્ટરી

    • July 1, 2026
    • 8 views
    Gujarat Semiconductor Industry Water Crisis: અમદાવાદ-સુરત શહેર જેટલું પાણી વાપરતી 7 ફેક્ટરી

    India-Bangladesh Border Smart Fencing: ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્માર્ટ ફેન્સિંગની જમીની હકીકત

    • July 1, 2026
    • 6 views
    India-Bangladesh Border Smart Fencing: ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્માર્ટ ફેન્સિંગની જમીની હકીકત

    Arunachals anti conversion law: અરુણાચલ પ્રદેશમાં ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને વિવાદ તેજ, પેમા ખાંડુ સરકાર સામે સંતુલન જાળવવાનો પડકાર

    • July 1, 2026
    • 7 views
    Arunachals anti conversion law: અરુણાચલ પ્રદેશમાં ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને વિવાદ તેજ, પેમા ખાંડુ સરકાર સામે સંતુલન જાળવવાનો પડકાર

    Boss Scam: કંપનીઓ માટે ઘાતક ‘બોસ સ્કેમ’, સીઈઓના નામે થઈ રહી છે કરોડોની છેતરપિંડી!

    • July 1, 2026
    • 11 views
    Boss Scam: કંપનીઓ માટે ઘાતક ‘બોસ સ્કેમ’, સીઈઓના નામે થઈ રહી છે કરોડોની છેતરપિંડી!