
visavadar: વિસાવદરમાં ચૂંટણી બાદ પણ માહોલ હજુય ગરમાયેલો છે. આ બેઠકની પેટા ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જંગી બહુમતીથી જીત્યા હતા અને ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોંગ્રેસે તો ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી. કોંગ્રેસની આ હાર પાછળનું કારણ પણ અહીના સ્થાનિક નેતાઓ જ કહેવાય છે, એવું કહેવાય છે કે, કોંગ્રેસ નેતાઓએ અંદર ખાને ભાજપને સમર્થન આપ્યું હતું. જેનો પર્દાફાશ ગોપાલ ઈટાલિયાએ કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ એક હોટલમાં સ્ટીંગ ઓપરેશન કર્યું જેમા કોંગ્રેસ નેતાઓ લલિત વસોયા, પરેશ ધાનાણી લલિત કગથરા દ્વારા આપના કાર્યકરને ખરીદતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. ત્યારે હવે પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા લલિત વસોયા જાગ્યા છે. અને તેમણે હવે આ મામલે ગોપાલ ઈટાલિયા પર માનહાનીનો દાવો કર્યો છે.
લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયાને ફટકારી 10 કરોડની નોટિસ
ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપ કરતો વીડિયો બનાવવા માટે લલિત વસોયાએ પોતાની કારમાંથી 2 લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા હતા. આ આક્ષેપની સામે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનિની નોટીસ પાઠવી છે અને તેમની સામે 10 કરોડનો દાવો કર્યો છે. લલિત વસોયાએ ગોપાલ ઈટાલિને અઠવાડિયાનો સમય આપ્યો છે. આ દરિયાન તેમને પુરાવા આપવા અને વાતચીત કરવા જણાવ્યુ છે અને જો આમ નહીં કરવામાં આવે તો આ કેસને કોર્ટમાં લઈ જવાની ચીમકી લિલિત વસોયાએ આપી છે.
visavadar: લલિત વોસાયાએ ગોપાલ ઈટાલિયા પર કર્યો બદનક્ષીનો દાવો#AAP #LalitVasoya #Congress #GopalItalia #StingOperation #visavadar #defamation #gujarat #thegujaratreport pic.twitter.com/yNjDIcVQgk
— The Gujarat Report (@TGujarat_Report) July 1, 2025
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, તેમને આવી કોઈ નોટીસ મળી નથી. તેમને નોટીસ મને આપવાની જગ્યાએ મીડિયાને આપી છે. વધુમાં તેમણે એવો પણઆક્ષેપ કર્યો છે કે, ભાજપ કોંગ્રેસે મને હરાવવા માટે તમામ પ્રયાસ કર્યા છતા જીત્યો છુ એટલે તેમને પેટમાં દુખે છે.











